નાણાંકીય બજેટ 2021-22માં નીતિન પટેલની મોટી જાહેરાત
ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂકરવામાં આવ્યું
વિજય સોનગરા દ્વારા
દેવભૂમિ દ્વારકા : આ વખતે વેરામાં કોઇ નવો વધારો નહીં કરાય કોરોનાને કારણે નિર્ણય
સરકારી કચેરી-બોર્ડ નિગમમાં બે લાખ યુવાનોની થશે ભરતી
4 લાખ ખેડૂતોને ડ્રમ-1-પ્લાસ્ટિકનાં 2 ટોલક વિનામુલ્યે અપાશે
એસ.ટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની ફાળવણી
જેનો લાભ રાજ્યનાં 11 લાખ વિદ્યાર્થીઓને મળશે
જૂની શાળાને હેરિટેજ કરવા રૂ.20 કરોડની ફાળવણી
નવી સિવિલ અપગ્રેડ કરવા રૂ.87 કરોડની ફાળવણી
દર્દીઓની સુવિધા વધારવા નવી 150 એમ્યુલન્સ 108 શરૂ કરાશે
અમદાવાદ-ગાંધીનગર સિક્સ લેન પ્રોજેકટ માટે રૂ.2620 કરોડની જોગવાઇ
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવું સંકુલ બનાવાશે
એસ.ટી નિગમ દ્વારા પ્રથમ વખત 50 ઇલેકટ્રિક બસો દોડાવાશે
રાજકોટમાં મેડિકલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે
માતાનાં મઢ વિકાસ કાર્ય માટે 25 કરોડનો પ્રોજેકટ
પોલીસતંત્રની પેટ્રોલિંગ સુવિધા સઘન બનાવાશે
876 નવા વાહનોની ખરીદી કરાશે,50 કરોડની જોગવાઇ