શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ૧૧૫૦ પોઈન્ટનો ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૩.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૨૯૬.૮૯ સામે ૫૦૭૩૮.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૫૧૨.૮૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨૭.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૪૭.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૪૪૪.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૮.૧૫ સામે ૧૫૦૬૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૩૪.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૩.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૧.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૦૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે બ્લેક ફ્રાઈડે રહ્યા બાદ નવા સપ્તાહના પ્રારંભથી જ સતત લેવાલી જોવા મળતા વૈશ્વિક શેરબજારોમાં પોઝિટિવ માહોલ વચ્ચે એનર્જી, ફાઈનાન્સ, આઇટી, બેન્કેક્સ અને મેટલ શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ગત સપ્તાહે ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા અપેક્ષા કરતા સારા આવતા અને અર્થતંત્ર ફરી પાટા પર આવી ગયું હોવાનું નોંધાતા ભારતીય શેરબજારમાં રોનક પરત ફરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આગામી દિવસોમાં ઈંધણના વધેલા ભાવને કાબૂમાં લેવા એક્સાઈઝ દરમાં ઘટાડાની વિચારણા ચાલુ હોવાના અહેવાલની પણ બજાર પર પ્રોત્સાહક અસરે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

અમરિકામાં બોન્ડ યીલ્ડ સ્થિર થતાં, સ્થાનિક સ્તરે આર્થિક ડેટામાં સુધારો નોંધાતા, સ્પેકટ્રમના ઓકશનને સારો પ્રતિસાદ મળતા અને દેશમાં વેક્સિનેશનની પ્રકિયા સરળતાથી આગળ વધતા ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને ચોથા ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ નવી ખરીદી કરીને બીએસઇ સેન્સેક્સે ગુમાવેલી ૫૧,૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટી પરત મેળવી લીધી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૭ અને વધનારની સંખ્યા ૧૮૪૪ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દેશની આર્થિક પ્રવૃત્તિ ગતિ પકડી રહી છે પરંતુ  કોરોનાવાઈરસના કેસોમાં ફરીથી વધારાને કારણે આઉટલુક નોંધપાત્ર અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે. જો કે રિકવરીમાં આવી રહેલી મજબૂતાઈ તથા તેના વ્યાપમાં વધારાને કારણે આશા ટકી રહી છે. હાલમાં નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં લેવાયા છે. સતત બે ત્રિમાસિક ગાળામાં નેગેટિવ રહ્યા બાદ દેશનો આર્થિક વિકાસ દર વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહ્યો છે. દરેક પ્રકારના વેપારો ખૂલી ગયા છે અને ગ્રાહકો ખરીદી માટે બહાર નીકળી રહ્યા છે. પેટ્રો પ્રોડકટસ પર ઊંચી એકસાઈઝ ડયૂટી ચિંતાનો વિષય છે પરંતુ આવકના અન્ય સ્રોતોમાં વધારો દબાણને હળવું કરી શકે છે. આને કારણે પેટ્રોલ, ડિઝલ તથા રાંધણ ગેસના ભાવ નીચે આવી શકે છે, જેનાથી ફુગાવામાં ઘટાડો જોવા મળી શકશે. મારા મતે આગામી સપ્તાહમાં આઇઆઇપી અને ફુગાવાના ડેટા પોઝિટીવ આવશે તો માર્ચ માસમાં બેન્ચમાર્ક ફરીથી નવી ઊંચી સપાટીએ પહોંચી શકે છે.

તા.૦૪.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૦૩.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૩૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૫૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૨૭૨ પોઈન્ટ થી ૧૫૨૩૩ પોઈન્ટ ૧૫૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૩.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૪૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૭૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૩૦૩ પોઈન્ટ થી ૩૬૦૩૬ પોઈન્ટ, ૩૫૯૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૫૯૪ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૮૨ ) :- રૂ.૯૬૩ નો પ્રથમ તેમજ રૂ.૯૪૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અદાણી પોર્ટ ( ૭૩૬ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૩ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૪૯ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલીકોમ સર્વિસ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૬૫ થી રૂ.૫૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૭૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૩૦ થી રૂ.૧૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૪૭ ) :- રૂ.૧૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૯૧૮ ) :- ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ. ૯૩૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૬ થી રૂ.૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૪૩૦ ) :- ૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૬૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૧૭ થી રૂ.૪૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!