મુંબઈ : દૂધને તો ધરતી પરનું અમૃત કહેવાયું છે. પણ એ અમૃતને વિષ બનાવવાનું કામ અને દેશના ભવિષ્યને નબળું પાડવાનું કામ અમુક અસામાજિક તત્વો થોડાક પૈસા માટે કરે છે.
મલાડ પૂર્વમાં નામાંકિત કંપનીના દૂધમાં દુષિત પાણીની ભેળસેળ થતી હોવાની માહિતી દહિસર ક્રાઇમ બ્રાન્ચ-૧૨ ના અધિકારીઓને મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ન અને ઔષધ પ્રશાસન બૃહનમુંબઈ મહારાષ્ટ્રના અન્ન સુરક્ષા અધિકારીને સાથે રાખી કાશ્મીરી ચાલ રૂમ નં – ૬ કરી રોડ, મકરાણી પાડા, મલાડ પૂર્વ ખાતે છાપો માર્યો ત્યારે સ્થળ પર નામાંકિત અમુલ (તાઝા) ની થેલીઓ કાપેલી મળી જેમાંથી થોડી માત્રામાં દૂધ કાઢી લેવામાં આવતું અને એના સ્થાને દુષિત પાણી ભરી થેલી સીલ કરવામાં ઉપયોગ કરતા સ્ટવ, પિન અને મીણબત્તી સહીત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી સ્થળ પરથી મળી આવેલ ૧૧,૪૦૮ની કિંમતનું લગભગ ૨૪૮લી.ભેળસેળ દૂધ મળી આવ્યું જેનો જગ્યા પર નાશ કરવામાં આવ્યો અને પકડાયેલ આરોપી પર દિંડોશી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ક્ર. ૮૬૪/૨૦૨૧ કલમ ૨૭૨,૪૮૨,૪૮૩, ૪૨૦, ૪૬૮,૩૪.ભા.દ.સ.સહ કલમ ૨૬,૨૭,૩ (૧) ZX અન્ન સુરક્ષા કાયદા ૨૦૦૬ નિયમન ૨૦૧૧ પ્રમાણે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે
આ કાર્યવાહી પોલીસ સહ આયુક્ત (ક્રાઇમ) મિલિંદ ભારંબે, અપર. પો. આયુક્ત (ક્રાઇમ) એસ. વિરેશ પ્રભુ, પોલીસ ઉપ. આયુક્ત (પ્ર-૧) અકબર પઠાણ, સહા પોલીસ આયુક્ત (ડી-ઉત્તર) સિધાર્થ શિંદેના માર્ગદર્શનમાં શાખા-૧૨ના પોલીસ નિરીક્ષક વિલાસ ભોંસલે, પોલીસ નિરીક્ષક સચિન ગવસ, અતુલ ડહાકે, સપોની. બાળાસાહેબ કાનવડે પોઉપની. હરીશ પોળ, પો.હ. પરશુરામ સાલુંખે, સુનિલ બિડિયે, મંગેશ તાવડે, દિનેશ રાણે, કલ્પેશ સાવંત, પો.ના. શેલેષ બિચકર, મહિલા પો.અ સ્વપ્નાલી મોરે, સુનિતા બેકરે, પો.હ.ચા. અન્ના મોરે તથા અન્ન સુરક્ષા અધિકારી જી.પી. લીંબુરકર અને ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.