ડેરિવેટિવ્ઝમાં જૂન વલણના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૬.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૦૬.૦૮ સામે ૫૨૫૧૪.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૩૮૫.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૫.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૨.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૬૯૯.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૯૫.૯૦ સામે ૧૫૭૨૨.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૮૭.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૯૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં તેજીનું વર્તમાન તોફાન અતિરેક હોવાનો સંકેત આપીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આગામી દિવસોમાં મોટી અફડાતફડી જોવાશે એવું નિવેદન અને લાંબા સમયથી ચાલી રહેલાં તેજીના અતિરેક બાદ મોંઘવારીમાં સતત વધારાએ આર્થિક મોરચે બેરોજગારીમાં થઈ રહેલા વધારાને પરિણામે ગઇકાલે ભારતીય શેરબજારમાં ઓવરબોટ પોઝિશન હળવી થઈ હતી, જોકે આજે ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંત સાથે તમામ નેગેટીવ પરબિળોને અવગણીને ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

સ્થાનિક સ્તરે ફયુલ-પેટ્રોલ, ડિઝલના સતત વધતાં જતાં ભાવની નેગેટીવ અસર આગામી દિવસોમાં પડવાની ધારણા છતાં ચોમાસાની દેશમાં સારી પ્રગતિ થઈ રહી હોવા સાથે કોરોના મહામારીનું સંક્રમણ મંદ પડતાં અને બીજી તરફ અનલોક સાથે દેશમાં ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિ ધમધમવા લાગતાં આગામી દિવસોમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સાથે સપ્તાહના ચોથા દિવસે ફંડો દ્વારા તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૬ અને વધનારની સંખ્યા ૧૪૫૪ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં એપ્રિલ તથા મે માસમાં કોરોનાએ આર્થિક પ્રવૃત્તિ પર અસર કરતા વર્તમાન કેલેન્ડર વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ મૂડી\’સ ઈન્વેસ્ટર્સ સર્વિસીઝે ઘટાડીને ૯.૬૦% કર્યો છે. આ અગાઉ મૂડી\’સે ૧૩.૯૦%નો અંદાજ મૂકયો હતો. જુન ત્રિમાસિકમાં આર્થિક નુકસાનને મર્યાદિત રાખવું હશે તો વેક્સિનેશનને ઝડપી બનાવવું પડશે એમ તેના દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું.

કોરોનાની બીજી લહેરની અસર પ્રથમ લહેર જેવી ગંભીર નહીં હોય પરંતુ હાઈ ફ્રીકવન્સી ઈકોનોમિક ઈન્ડીકેટર્સ સૂચવે છે કે  બીજી લહેરને કારણે વર્ષ ૨૦૨૧ માટેના ભારતના આર્થિક વિકાસ પર પડી છે પરંતુ આ અસર એપ્રિલથી જુન ત્રિમાસિક સુધી જ મર્યાદિત રહેવા વકી છે. હાલની સ્થિતિને જોતા વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૯.૬૦% તથા વર્ષ ૨૦૨૨માં ૭% રહેવાની મૂડી\’સ ઈન્વેસ્ટર્સ સર્વિસીઝે ધારણાં મૂકી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧માં ભારતના આર્થિક વિકાસ દરમાં ૭.૩૦%નો ઘટાડો નોંધાયો હતો.      

તા.૨૫.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૮૮૮ પોઈન્ટ થી ૧૫૯૦૯ પોઈન્ટ ૧૬૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૦૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૧૮૮ પોઈન્ટ થી ૩૫૨૩૨ પોઈન્ટ, ૩૫૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC બેન્ક ( ૧૫૦૯ ) :- HDFC ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિ. ( ૧૧૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિ. ( ૧૦૨૫ ) :- રૂ.૧૦૦૩ નો પ્રથમ તેમજ રૂ.૯૮૦ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અદાણી પોર્ટ ( ૭૧૮ ) :- મરીન પોર્ટ અને સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૩૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૬ થી રૂ.૬૫૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૬૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૩ થી રૂ.૧૬૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૫૬ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૦૫૪ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૩૨ થી રૂ.૧૦૨૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • JSW સ્ટીલ ( ૬૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન અને સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૯૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૬૦ થી રૂ.૬૪૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૩૭૨ ) :- ૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૬૦ થી રૂ.૩૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!