બધું FINE છે એક એવું નાટક જે વાસ્તવિકતાની બહુ સમીપ લાવીને મુકે છે.
ગેરસમજણ અને સમજણ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે………
ટચ વૂડ પ્રોડક્શન, કોસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત ‘બધું FINE છે’ નાટકમાં બે પેઢીને એક સાથે આવરી લેવાંમાં આવી છે. પ્રસિદ્ધ કવિ મુકેશ જોશી લિખિત આ નાટકમાં આજના જીવનમાં નાના પરિવારના મોટા અને ખોટા નિર્ણયોને કારણે કોને કેટલું અને વિશેષ સંતાનોએ કેટલું ગુમાવવું પડે છે. તેનો સરસ ચિતાર આપ્યો છે .
પહેલાના સમયમાં સંયુક્ત કુટુંબ હતા. દરેક પરિવાર સુખ દુઃખ વહેચી લેતા. બાળકોનો સારા વાતાવરણમાં ઉછેર અને તેઓમાં નાનપણથી સંસ્કારોનું સિંચન થતું. જયારે આજે કુટુંબો તૂટ્યા છે. જેને કારણે સંસાર પણ ભાંગે છે અથવા પરાણે ચાલતો હોય એવા અનેક કિસ્સા જોવા મળે છે.
સહુપ્રથમ વાત કરીએ તો જે સંતાન પિતા સાથે હોઈ એટલે માતાનો સ્નેહ ગુમાવે., ઘરના કંકાશ અને જવાબદારીને કારણે મહામુલું બાળપણ ગુમાવે જયારે જે પોતાની માં સાથે હોય એટલે એ પિતાનો સ્નેહ ગુમાવે, પ્રેમના સ્થાને નફરતના બીજ રોપાય છે. સામાન્ય વાત/વિવાદ જયારે મોટું રૂપ ધારણ કરે ત્યારે પરિણામ પણ મોટા આવે છે.
સંતાનો માટે પણ એક સંદેશ છે જેમાં સહુ પ્રથમ તમારા વાલીઓ સાથે યોગ્ય વર્તન કરવું તેઓ અલગ થયા તો શું કારણ થી તે શોધવું. તમારી સમજણશક્તિનો ઉપયોગ કરી માતા – પિતાને ભેગા કરવા પ્રયત્ન કરવા જોઈએ. સંતાન જયારે નાના હોય ત્યારે માતા – પિતા તેમની તાકાત હોય છે અને એક ઉમર પછી સંતાનો પોતાના વાલીની તાકાત બને છે.
આ નાટકમાં મુખ્ય ભૂમિકા સચિન પરીખે નિભાવી છે જેઓ લગભગ બાર વર્ષ પછી એજ ઉત્સાહ અને ઉમંગ અદ્ભુત અભિનય સાથે નાટકના મંચ પર આવ્યા છે. અભિનેત્રી ભૂમિ શુકલે પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે જયારે નવોદિત વિધિ ચીતલીયા અને શિવમ પરમારે બહુજ અસરકાર અને સુંદર અભિનય કર્યો છે. સરવાળે નાટકના દરેક પાત્ર દર્શકોએ હાસ્ય, કરુણ અને લાગણીસભર અભિનયથી અંત સુધી જકડી રાખે છે. બધું FINE છે
નિર્માતા કમલેશ દાવડા, મયુર સોલંકી, કૌશલ શાહ અને જય કાપડિયા દિગ્દર્શિત બધું FINE છે નાટક એકવાર જરૂર નિહાળવું જોઈએ.