માનવીની એકલતા
◆ ઘણીવાર કરસન કાકાના ઘરનો દરવાજો ખખડાવ્યો… અંદરથી કોઈ જવાબ ન મળતા એણે પોલીસને જાણ કરી…
પોલીસે દરવાજો ખોલીને જોયું તો કાકા કાયમ માટે સુઈ ગયેલા…
છોટુ બસ યંત્રવત બધું જોઈ રહેલો… કાકા સાથેના સંબંધ એની આંખ સામે તરવરવા લાગ્યા…..
બે બેડરૂમ અને મોટી આગાસી વાળા વિશાલ ફ્લેટમાં કરશન કાકા અને સંધ્યા કાકી એકલા રહેતા…
લગભગ બે વર્ષ પહેલાં આજ રીતે સંધ્યા કાકી પણ સુઈ ગયેલા…
◆ સવારના સાત વાગે છોટુએ છાપું આપવા માટે કાકાનો દરવાજો ખટખટાવ્યો…
રોજ સવારે ટપાલ પેટીમાં છાપું નાખવું એ નિત્યક્રમ હતો… પણ આજે પેટી ન દેખાતા દરવાજો ખટખટાવ્યો…
થોડીવારે કરશન કાકાએ દરવાજો ઉઘાડયો…
\”સોરી સર, તમને ડિસ્ટર્બ કર્યા બહાર ટપાલ પેટી ન હોવાથી દરવાજો \”…
\”કોઈ વાત નહીં ભાઈ… મેં જાતેજ પેટી કાઢી નાખી છે…
\” છાપા વાળા છોટુની વાતને વચ્ચેથી રોકીને કાકા બોલ્યા. \”હવેથી તું રોજ સવારે મને જગાડશે…\”
તને તકલીફ ભલે થાય… પણ હું તને દર મહિને સવાર સવારના મારો દરવાજો ખટખટાવવા ના પાંચસો રૂપિયા આપીશ…\”
\”જે દિવસે હું ન જાગુ એ વખતે તું પોલીસને ફોન કરીને કહેજે જેથી મારી લાશ રઝળે નહીં…\”
એટલું બોલતાજ એમના ચહેરા પર ઉદાસી આવી ગઈ…
◆ કાકાનો એકમાત્ર દીકરો વિદેશમાં રહેતો, મનમાં આવે ત્યારે કોલ કરીને એમના હાલચાલ પૂછતો, પણ છેલા થોડા સમયથી ન એનો ફોન આવવાનો બંદ થઈ ગયો…
કરસન કાકા નો ફોન પણ લાગતો નહિ…
કદાચ એનો નંબર બદલાઈ ગયો? કે એ પોતે, રામ જાણે…
વધતી ઉમર અને એકલતાને લીધે તેઓ અંદરથી તૂટી ગયેલા… એથીજ છોટુ સાથે ફાવી ગયેલું….
◆ કાકાની સાથે હવે છાપાવાળા છોટુની દોસ્તી થઈ ગયેલી… એ પણ એમનું નાનુમોટુ કામ કરી આપતો. બદલામાં કાકા છોટુની સ્કૂલની ફી ભરતા…
સર આજે મારૂ 10માનું રિઝલ્ટ છે… હું બપોરના મળવા આવીશ, કાંઈ કામ હોય તો જણાવો.. \”ના ભાઈ જા તારું રિઝલ્ટ લઈને આવ,\”
10માં નું રિઝલ્ટ આવ્યું એમાં છોટુને 77% આવ્યા.
રિઝલ્ટ લઈને એ સીધો કરસન કાકા ના ઘરે ખુશખબર આપવા ગયો…
◆ કાકા દરવાજો ખોલતા ન હોવાથી એણે એમને ફોન કર્યો ત્યાં પણ જવાબ ન મળતા એણે પોલીસને જાણ કરી…
કાકા છોટુનું રિઝલ્ટ જોવા પણ ન રોકાયા…
કરસન કાકા ના ઘરમાંથી એક ચિઠ્ઠી મળી જેમાં છોટુના હાથે એમને અગ્નિ દાહ આપવો એવી ઈચ્છા વ્યક્ત કરેલી…
આપણી આસપાસમાં આવા અસંખ્ય એકલા અટૂલા કરસન કાકા રહેતા હશે…
તેઓ કોઈની સાથે વાત કરવા તરસતા હશે… અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં પોતાના વારાની રાહ જોતા હશે…
◆ મિત્રો બની શકે તો આવા વડીલો સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહો…
જો કોઈ દિવસ રિપ્લાય ન આવે તો તરત સંપર્ક કરો, કદાચ એમને તમારી જરૂરત હોઈ શકે…
આજે જેવો યુવા છે. એ કાલે વૃદ્ધ થાશે એથીજ તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપશો એકવાત હંમેશા યાદ રાખજો તમે સીંચેલા સંસ્કાર તમારી આવનારી પેઢીમાં આવશે…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599