સંઘર્ષ થી સફળતા મહાબળેશ્વરના ભાવેશ ભાટીયાની રોચક કહાની

જનની જણ તો ભક્ત જણ જે, કાં દાતા,કાં શૂર
જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે. જો આપણામાં ખૂબી હશે તો કોઈપણ ખામી કમજોર નહી કરી શકે. આ સાબિત થાય છે. મૂળ ગુજરાત કચ્છનાં અને વર્ષોથી મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલ ભાવેશ ભાટીયાની સંઘર્ષથી સફળતા સુધીની સફરથી
મહારાષ્ટ્રના નાગપુરમાં ભાવેશ ભાટીયાનો AFATસાધારણ કુટુંબમાં જન્મ થયો નાનપણ સામાન્ય રીતે વીતી રહ્યું હતું. એક સુંદર નાનકડા બાળકને કોઈની નજર લાગી કે ઈશ્વર જાણતા અજાણતા ભૂલ કરી બેઠા એ ન સમજાયું. ભાવેશને જન્મથી `મેક્યુલર ડીજનરેશન` નામની બીમારી હોવાનું જાણવા મળ્યું જેમાં ધીરે ધીરે આંખોની રોશની ઓછી થવા લાગે અને પછી અંધત્વ આવી જાય.
ભાવેશને ભણવા માટે શાળામાં જવાનું શરુ થયું શરૂઆતમાં કોઈ તકલીફ ન પડી પરંતુ સમય પસાર થતો ગયો એમ આંખની તકલીફ વધવા લાગી બ્લેક બોર્ડ પર લખેલું વંચાતું નહી. બાળકો સાથે રમતા સમયે ઠોકર વાગવાથી પડી જતા. ત્યારે સાથી બાળકો ચીડવતા અને ભાવેશે આ વાત ઘરે પોતાની માતાને કરી ત્યારે માતાએ હિમત આપી હતી.
ભાવેશના પિતાએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહાબળેશ્વરમાં સ્થાયી થયા. ભાવેશ સાથે એક શાળાનો મિત્ર હતો જે દિવ્યાંગ હતો.તેને એક પગ નહતો. બંનેએ સાથે મળીને અનેક ફિલ્મોમાં બતાડવામાં આવે છે એવી બે પેડલની સાઇકલ બનાવી જેમાં બંને ફરવા જતા. બારમાં ધોરણની પરીક્ષા પુરી થયા પછી બંને મિત્રો નાગપુરથી સાઇકલ લઈને કાઠમંડુના પ્રવાસ માટે ગયા જેમાં કુલ ૫૬૨૦ કી.મી.નો પ્રવાસ કર્યો હતો. ભાવેશ ભાટીયાને ત્રેવીસ વર્ષની ઉંમરે એક સાથે અનેક મુસીબતો ભાવેશના આંખની રોશની ચાલી ગઈ તેની સાથે નોકરી પણ ચાલી ગઈ અને માતાની હૂંફાળી છત્રછાયા પણ ગુમાવી.
ભણતર પૂર્ણ કર્યા પછી ભાવેશભાઈએ \’નેશનલ એસોસિયેશન ફૉર ધ બ્લાઈન્ડ\’માં એક કોર્સ કર્યો. જેમાં તેઓ મીણબત્તી બનાવતા, એક્યુપ્રેશર, બ્રૅઇલ તેમજ અન્ય કૌશલ્ય શીખ્યા. તેઓએ એક્યુપ્રેશર થેરાપીસ્ટ તરીકે હોટલોમાં કામ કર્યું. પરંતુ તેમની ઈચ્છા મીણબત્તી બનાવવાની હતી જેમાં પૈસાની જરૂર પડે જે તેમની પાસે હતા નહી. તે સમયે સાચા મિત્રોએ ૫૦૦ રુ.ની મદદ કરી. અને નાના પાયે સનરાઈઝ કેન્ડલની શરૂઆત કરી. પાંચ કિલો મીણ અને કેન્ડલ મોલ્ડ સાથે મીણબત્તી બનાવીને હોલી ક્રોસ ચર્ચ પાસે રોજ હાથલારી લઈને વેચવા જતા. રોજ જે આવક થાય એમાંથી મીણ ખરીદતા બીજા દીવસ માટે મીણબત્તી બનાવતા. તે સમયમાં મુંબઈના ભાયંદર વિસ્તારમાં રહેતી નીતા નામની યુવતી જે મહાબળેશ્વર ફરવા આવી હતી. તેને જોયું કે પૂર્ણપણે અંધત્વ ધરાવતી વ્યક્તિ મીણબતી વેચે છે. તેને વધુ માહિતી મેળવી અને ભાવેશ ભાટિયા સાથે મુલાકાત કરી મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો જે ભાવેશ ભાટીયાએ વિનમ્રતાથી નકારતા કહ્યું કે તમે અહી ફરવા આવ્યા છો. એટલા દિવસ મને મદદ કરશો પછી તો મારે જ આ કામ કરવાનું છે. ત્યારે નીતાએ કહ્યું કે કાયમ માટે સાથ આપું તો ? એ પછી પરિવારના વિરોધ વચ્ચે બંને એ લગ્ન કર્યા. આજના સમયમાં સનરાઈઝ કેન્ડલ કંપનીમાં ભારતના ૧૪ રાજ્યોમાં મેનુફેક્ચરીંગ યુનિટ ધરાવે છે. જેમાં આશરે સાડા ત્રણ હજાર દિવ્યાંગો કામ કરે છે.
એક સફળ ઉદ્યોગપતિની સાથે સાથે ભાવેશ ભાટીયાએ રમત -ગમતમાં લગભગ ૧૧૭થી બધું મેડલ, જુદી જુદી આઠ યુનીવર્સીટીથી ડોકટરેટની પદવી મેળવી છે. ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૧૯મા રાષ્ટ્રપતિ પુરસ્કાર, મહારાષ્ટ્ર દિવ્યાંગ વિભૂષણ પુરસ્કાર, પાંચ હજારથી વધુ શાયરીઓ, મહારાષ્ટ્નું કલ્શુબાઈનું સૌથી ઊંચું શિખર નવ વખત, આફ્રિકાનું માઉન્ટ કીલી માંજરો, લેહ લદાખમાં આવેલ સ્ટોક કાંગી બે વખત, મીર નેપાળ, અને આયલેન્ડ નેપાળ પણ સર કર્યા છે. તે સાથે જ ત્રણ ઇન્ટરનેશનલ ૧૪ નેશનલ એવોર્ડથી સન્માનિત થયા છે.
ભાવેશ ભાટિયાએ મિત્રોની મદદથી મહાબળેશ્વરની બાજુમાં આવેલા મોલેશ્વર ગામમાં સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું કર્યું છે. ત્યાં તેઓ દિવ્યાંગોને મીણબત્તી બનાવતા શીખવે છે
થોડા સમય પહેલા ભાવેશ ભાટીયાની સંઘર્ષથી સફળતા સુધીની જીવન યાત્રાને પુસ્તક \’રુક જાના નહી\’ની પ્રસ્તાવના નીતા અંબાણીએ લખી છે જયારે વિમોચન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું જયારે મરાઠી આવૃતિનું જે તે સમયના મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કર્યું હતું.
ભાવેશ ભાટીયા આજના યુવાનોને મેસેજ આપતા કહે છે જીવનમાં ક્યારેય તક તમારો દરવાજો ખખડાવવા નહી આવે તક તો તમારે ઉભી કરવી પડે. મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી.
ભાવેશ ભાટિયાની સિદ્ધિઓ લખવા બેસીએ તો એક પુસ્તક તૈયાર થઇ શકે છે. શબ્દોની મર્યાદાને કારણે અહીયાં તો એમનો પરિચય આપવાનો પ્રયત્ન છે.
Sunrise Candles, Wax Museum, Bagdad point road, Village Moleshwar, Post Machutar, Tal. Mahabaleshwar, Dist: Satara, Maharashtra, INDIA – 412806
+91-9403809544
mail:
info@sunrisecandles.in
www.bhaveshbhatia.com
www.sunrisecandles.in