ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી બાદ પ્રત્યાઘાતી સુધારો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૩.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૭૯૨.૦૮ સામે ૫૦૭૭૩.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૭૯૯.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૩૫.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૭.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૩૯૫.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૦૫૧.૪૦ સામે ૧૫૦૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૭૭૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૭.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૯૪૭.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

દેશના વિવિધ રાજયોમાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારા તેમજ વૈશ્વિક મોરચે મિશ્ર સંકેતો વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફોરેન અને લોકલ ફંડો દ્વારા મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ ફરી ઘટાડે ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ પ્રત્યાઘાતી સુધારો નોંધાવ્યો હતો. આ સાથે વૈશ્વિક મોરચે પણ ફરી બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાના પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈની અસરે ગત સપ્તાહના અંતે પણ ભારતીય શેરબજારોમાં ફંડો વેચવાલ રહ્યા હતા.

ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ અને એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી અવિરત ખરીદીએ સેન્સેક્સ ૫૧૦૦૦ અને નિફટી ૧૫૦૦૦ની સપાટી પાર કરી ગયા બાદ કોવિડ-૧૯ના કેસોમાં દેશભરમાં ફરી થઈ રહેલા ચિંતાજનક વધારાના પરિણામે ભારતના આર્થિક વૃદ્વિ ઘટવાનું જોખમ વધતાં અને જીડીપીમાં ઘટાડાના અંદાજની નેગેટીવ અસરે સાવચેતીમાં આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવાઈ હતી. આ સાથે આગામી માસમાં ચાર રાજયોમાં આવી રહેલી ચૂંટણીઓ પર નજર વચ્ચે આજે ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પણ ઓફલોડિંગ કર્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, આઇટી, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ, પાવર અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૧ અને વધનારની સંખ્યા ૧૨૨૧ રહી હતી, ૨૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રો લૉકડાઉનમાં આવ્યા ત્યારે ક્રુડ તેલના ભાવો નેગેટીવ સ્તરે જતાં કાચા તેલના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ગત વર્ષના નવેમ્બર માસથી વિશ્વના વિવિધ દેશો ખાસ કરીને ચીન તથા ભારતમાં આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થવા લાગતા ક્રુડ તેલની માગમાં પણ વધારો થયો છે જેને કારણે ભાવ ઊંચકાયા છે. ગત સપ્તાહના પ્રારંભમાં સાઉદી અરેબિયાના ઉત્પાદન એકમો પર હુમલાના અહેવાલે બ્રેન્ટ ક્રુડનો ભાવ ૭૦ ડોલરને પાર કરી ગયાનું જોવા મળ્યું હતું. ઓપેકની આગેવાની હેઠળ ક્રુડ તેલના ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ ચાલુ રાખવાના લીધેલા નિર્ણયની સાથે સાથે અમેરિકામાં રિફાઇનરી બંધ પડતાં કાચા તેલના ભાવો હજી ઉછળે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે.

ક્રુડ તેલના એકદમ ઊંચા ભાવ અથવા એકદમ નીચા ભાવ અર્થતંત્ર માટે પ્રતિકૂળ સાબિત થતા હોય છે. વૈશ્વિક સ્તરે કાચા તેલની કુલ વપરાશ પૈકી ભારતનો ચોથો ક્રમ છે. દેશમાં કાચા તેલની ૮૦% જરૂરિયાત આયાતથી પૂર્ણ થાય છે. ક્રુડ તેલના પ્રતિ બેરલ ૮૦ ડોલર સુધીના ભાવ ભારતીય અર્થતંત્ર સાનુકૂળ રહે છે, પરંતુ ત્યારપછી કોઈપણ વધારો ભારતની રાજકોષિય ખાધ ઉપરાંત ઉદ્યોગો માટે પ્રતિકૂળ સાબિત થાય છે. માંગ વધતા ભાવ વધી રહ્યા છે અને માગમાં વધારાનો અર્થ ક્રુડ તેલનો વપરાશ વધી રહ્યો છે. ક્રુડ તેલના વધી રહેલા ભાવ રાજકોષિય તાણમાં વધારો કરતા હોવા છતાં આ વધારો અર્થતંત્ર – ઈક્વિટી બજાર માટે પોઝિટિવ સંકેત આપે છે.

તા.૧૬.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૧૫.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૧૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૫.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૩૩૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટોરેન્ટ ફાર્મા ( ૨૪૪૭ ) :- ટોરેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૭૪ થી રૂ.૨૪૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૩૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૨૬૬ ) :- રૂ.૧૨૪૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૨૭ ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૩ થી રૂ.૧૨૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૧૯ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી ૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૦૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૪ થી રૂ.૬૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૮૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૪૭ થી રૂ.૧૮૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૯૪ ) :- રૂ.૧૫૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૩૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૬૬ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ. ૧૦૯૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૦ થી રૂ.૯૬૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૧૭ ) :- ૬૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૦૬ થી રૂ.૫૯૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *