મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પોલીસ

મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પોલીસ

પ્રતિનિધિ અનિલ ગોહિલ- ભાવનગર
પાલીતાણા :
પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા અને એલ.સી.બી નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પો.સ્ટેનો સ્ટાફ પાલીતાણા ટાઉન ખાતે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. જયદાન લાંગાવદરાને બાતમીરાહે હકિકત મળેલ કે,હસમુખ વાલજી વાઘેલા રહે.વડિયા રોડ,જી.આઇ.ડી.સી. સામે,પાલીતાણા વાળો હાલ બજરંગદાસ ચોકમાં ચોરાઉ મો.સા. સાથે ઉભેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં હસમુખ વાલજી વાઘેલા ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.વડિયા રોડ, જી.આઇ. ડી.સી. સામે,પાલીતાણા વાળો હિરો કંપનીનાં પેશન પ્રો. મો.સા. રજી.નં. GJ-04-CE 8023 સાથે મળી હાજર મળી આવેલ. તેની પાસે આ મો.સા.નાં રજી.કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં મો.સા.ની કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત ગણી Cr.P.C.કલમઃ- ૧૦૨ મુજબ ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ ઇસમની પુછપરછ કરતાં આ મો.સા. તેણે આજથી પંદર દિવસ પહેલાં ઉમરાળા તાલુકાનાં જાળીયા ગામે રાજકોટ-ભાવ નગર રોડ ઉપર એક વાડીનાં ઝાંપા બહારથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે ખરાઇ કરતાં આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત મો.સા. ચોરી થયા હોવા અંગેનો ગુન્હો નોંધાયેલ હોવાનું જણાય આવેલ. આ ઇસમને ચોરીનાં મો.સા. સાથે ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે. સંયુકત ટીમને મો.સા. ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાં હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાન લાંગાવદરા, પો.કોન્સ. બીજલ ભગવાનભાઇ, શકિતસિંહ સરવૈયા તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે.નાં હેડ કોન્સ. બી.બી.ચૌહાણ તથા પો.કો. વિજયસિંહ ગોહિલએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *