નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૮૦૮ થી ૧૫૦૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રથમ ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ વ્યાજ દર યથાવત રાખી અને સાથે જંગી સરકારી બોન્ડ ખરીદીના સંકેત આપતાં ફંડોએ ભારતીય શેરબજારમાં સિમેન્ટ અને સ્ટીલ શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી પરંતુ કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાની ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે અર્થતંત્ર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્ધિ – જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજે ઉછાળે નફારૂપી વેચવાલી પણ જોવા મળી હતી.

કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના પરિણામે પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગતાં નાઈટ કર્ફયુ સહિતના આકરા પગલાં બાદ હવે એક પછી એક રાજયોમાં નાઈટ કર્ફયુની ફરજ પડવા લાગતાં આ પરિસ્થિતિ અર્થતંત્ર માટે મોટી સમસ્યા બની જવાના એંધાણ વચ્ચે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સ્થાનિક સ્તરે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભારતનું જીડીપીથી દેવાનું પ્રમાણ ૭૪% પરથી વધી ૯૦% રહ્યું છે જો કે દેશની આર્થિક રિકવરીને ધ્યાનમાં રાખતા આ પ્રમાણ ઘટીને ૮૦% પર આવી જવાની ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ભારતની બાબતમાં તેના દેવાનું પ્રમાણ વર્ષ ૨૦૧૯ના અંતે જીડીપીના ૭૪% હતું પરંતુ વર્ષ ૨૦૨૦ના અંતે તે વધીને ૯૦% જેટલું થઈ ગયું હતું અને આ એક મોટો વધારો છે પરંતુ માત્ર ભારત જ નહીં પણ અન્ય વિકાસસિલ તથા વિકસિત દેશોમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે.

વર્તમાન વર્ષનું બજેટ અર્થતંત્ર અને લોકોને ટેકો આપનારું છે અને ભારતમાં જેમ જેમ અર્થતંત્રમાં રિકવરી થતી જશે તેમ તેના જીડીપીથી દેવાનું પ્રમાણ પણ ઘટતું જવાની આઇએમએફ દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. આર્થિક રિકવરી સાથે રાજકોષિય ખાધમાં પણ ઘટાડો થવાની શકયતા રહેલી છે. વધતી જતી રાજકોષિય ખાધ અને આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડાને પરિણામે વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક દેવું જીડીપીના ૯૭% પર પહોંચી ગયું હતું એમ પણ આઈએમએફ દ્વારા જણાવાયું હતું.

દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા તેને કારણે વિવિધ રાજ્યો દ્વારા આવી પડેલા નિયમનકારી પગલાંને ધ્યાનમાં રાખતા ભારતની નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ સામે એસેટ કવોલિટી તથા લિક્વિડિટીના નવેસરથી જોખમો ઊભા થયા છે. કોરોનાની બીજી લહેરને ફેલાતી અટકાવવા લાગુ કરાયેલા પગલાં લાંબા ચાલશે અથવા તેમાં વધુ ઉમેરો કરાશે તો એનબીએફસીસ સામેના પડકારોમાં વધારો થશે એમ રેટિંગ એજન્સી ફીચ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.

વર્ષ ૨૦૨૦માં સરકારે જાહેર કરેલી ક્રેડિટ ગેરન્ટી સ્કીમ તથા સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમ જેવી યોજના પૂરી થઈ ગઈ છે તેને કારણે પણ એનબીએફસીને ફન્ડિંગમાં અવરોધ આવી શકે છે. નિયમનકારી પગલાંઓને કારણે આર્થિક તથા કામકાજને લગતી ખલેલો જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ જે ફીચે ૧૨.૮૦% મૂકયો છે તેમાં કદાચ ઘટાડો કરવાની ફરજ પડી શકે છે. ગયા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનને ઉઠાવી લેવાયા બાદ એનબીએફસી ક્ષેત્રમાં તબક્કાવાર રિકવરી જોવા મળી રહી હતી.

બજારની ભાવી દિશા….

અત્યાર સુધી કોરોના કાળમાંથી બહાર આવીને દેશભરમાં આર્થિક પ્રવૃતિ વેગ પકડવા લાગતાં છેલ્લા છ મહિનામાં સરકારી આંકડા મુજબ જીએસટી એક્ત્રિકરણ સતત છઠ્ઠા મહિને વધીને માર્ચ માસમાં રૂ.૧.૨૪ લાખ કરોડ થતાં અને હવે આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની શરૂ થનારી સીઝન પૂર્વે સારા પરિણામોની અપેક્ષાએ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડા તફડી જોવા મળી હતી.

કોરોના સંક્રમણથી ફરી વિશ્વભરમાં ફરી લોકડાઉનની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં કોરોનાના વિસ્ફોટે પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી હોઈ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિસ્થિતિ વણસવાના સંજોગોમાં ફરી દેશવ્યાપી લોકડાઉનની બતાવાતી શકયતાએ આર્થિક મોરચે પીછેહઠના ભયે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સતત સાવચેતી જરૂરી બની રહેશે.

આગામી દિવસોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સક્રિયતા વધવાની શકયતા જોવાઈ રહી છે પરંતુ અમેરિકામાં જંગી સ્ટીમ્યુલસની સાથે યુ.એસ. બોન્ડ યીલ્ડમાં નજીકના ભવિષ્યમાં કોઈપણ મોટો વધારો શકય છે કે ભારત સહિતના વિકાસશીલ બજારોમાંથી એફપીઆઈ-ફોરેન ફંડોના રોકાણને પાછું ખેંચાવાના જોખમે સાવચેતી રાખવી જરૂરી રહેશે. સ્થાનિક સ્તરે રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓ પર ભારતીય શેરબજારની નજર સાથે એક તરફ દેશભરમાં ફરી થયેલા કોરોના વિસ્ફોટને પરિણામે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોના અંકુશના કડક પગલાં પર સૌની નજર રહેશે. આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ અને આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવો પર નજર રહેશે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૮૯૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૯૭૯ પોઇન્ટથી ૧૫૦૦૮ પોઇન્ટ, ૧૫૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૦૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૨૬૧૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૧૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૨૮૮૮ પોઇન્ટથી ૩૩૦૦૩ પોઇન્ટ, ૩૩૩૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૩૦૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

૧) ન્યુજેન સોફ્ટવેર ( ૩૧૨ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૫૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

૨) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૩૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) મંગલમ સિમેન્ટ ( ૨૯૨ ) :- રૂ.૨૭૭ નો પ્રથમ તેમજ રૂ.૨૬૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ઝેનસર ટેકનોલોજી ( ૨૮૦ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૨ થી રૂ.૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) અપોલો ટાયર્સ ( ૨૨૬ ) :- રૂ.૨૧૩ નો પ્રથમ તેમજ રૂ.૨૦૭ ના સ્ટોગ સપોર્ટથી ઓટો ટાયર & રબર પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૨ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૭ થી રૂ.૨૨૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

૭) નોસિલ લિમિટેડ ( ૧૮૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૬ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૯ થી રૂ.૧૯૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

૮) ડેલ્ટા કોર્પ ( ૧૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાયવર્સિફાયકમર્શિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ રોકાણકારે રૂ.૧૭૨ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૭ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૭૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!!  બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૪૫૦ ) :- આ સ્ટોક રૂ.૧૪૧૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) સન ફાર્મા ( ૬૪૧ ) :- ૧૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૬૧૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૬ થી રૂ.૬૬૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૫ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) એચસીએલ ટેકનોલોજી ( ૧૦૪૫ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૬ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૯૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઓરબિન્દો ફાર્મા ( ૯૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) જેએસડબ્લ્યુ એનર્જી ( ૯૪ ) :- ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઈક્વિટાસ હોલ્ડિંગ્સ ( ૮૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે હોલ્ડિંગ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૨ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) પ્રિકોલ લિમિટેડ ( ૭૭ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

૪) વક્રાંગી લિમિટેડ ( ૬૬ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

\"\"
ad
\"\"