રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૭૦૫.૮૦ સામે ૪૭૫૦૧.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૨૦૪.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩૮.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૪.૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૦૮૦.૬૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૨૯૬.૨૦ સામે ૧૪૨૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૧૫૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૯.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૨૯૬.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની બીજી લહેર દેશભરમાં ભયંકર ઝડપે ફેલાવા લાગી હોઈ આ વખતે કોરોના અત્યંત ઘાતક નીવડીની મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતા રાજયોમાં સર્જાયેલી આ હેલ્થ કટોકટી દેશની આર્થિક કમર પણ તોડી નાંખશે એવા ફફડાટ વચ્ચે કોરોનાની સાંકળને તોડવા લોકડાઉન જ એકમાત્ર મોટો ઉપાય દેખાતો હોઈ દિલ્હી, રાજસ્થાન સહિતના રાજયોએ લોકડાઉન જાહેર કરી દેતાં આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.
દેશમાં કોરોનાના પરિણામે આર્થિક મોરચે વૃદ્વિમાં પીછેહઠના અંદાજો છતાં કોરોનાને માત આપવા દેશમાં સ્થાનિક બે વેક્સિન સિવાય અન્ય વિદેશી વેક્સિનોને સરકાર મંજૂરી આપી હોઈ અને આગામી દિવસોમાં ફરી કોરોના કાબૂમાં આવી જવાની અપેક્ષા અને આર્થિક વૃદ્વિ વેગ પકડશે એવા અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. અલબત કોરોના વિસ્ફોટ વચ્ચે આગામી દિવસોમાં વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એફએમસીજી, આઇટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૪ અને વધનારની સંખ્યા ૧૭૬૫ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, એફપીઆઈઝ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં શેરોમાં રેકોર્ડ રોકાણ થકી વિક્રમી તેજી કરવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષમાં મોટાપાયે શેરોમાં નફારૂપી વેચવાલી શરૂ કરી છે. વૈશ્વિક બોન્ડ માર્કેટમાં અફડાતફડીના કારણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારમાંથી ચાલુ મહિના એપ્રિલમાં અત્યાર સુધીમાં ૧.૦૯ અબજ ડોલરનું રોકાણ પાછું ખેચ્યું છે. માર્ચ ૨૦૨૦માં રેકોર્ડ માસિક વેચાણ બાદ જો એપ્રિલ ૨૦૨૧માં ફોરેન ફંડોનું રોકાણ પાછું ખેંચવાનું ચાલુ રહ્યું તો આ રેકોર્ડ વેચાણ નોંધાઈ શકે છે.
સ્થાનિક શેરબજારમાં માસિક ધોરણે બે વખત જ એપ્રિલ ૨૦૨૦માં ૫૩.૫૦ કરોડ અને સપ્ટેમ્બર ૨૦૨૦માં ૭૬.૭૦ કરોડ ડોલરની રોકાણ જાવક નોંધાઈ હતી. બાકીના મહિનાઓમાં શેરોમાં એફપીઆઈઝનું ચોખ્ખું રોકાણ થયું છે. કોરોનાની બીજી ખતરનાક લહેરના પરિણામે પરિસ્થિતિ અત્યંત વિકટ હોવાથી આગામી દિવસોમાં ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડવાનું નક્કી હોઈ શકય છે કે આગામી દિવસોમાં ફોરેન ફંડોની શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી શકે છે.
તા.૨૩.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૨.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૪૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૪૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૪૭૪ પોઈન્ટ થી ૧૪૫૦૫ પોઈન્ટ ૧૪૫૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૨.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૧૭૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૯૦૯ પોઈન્ટ થી ૩૨૦૦૮ પોઈન્ટ, ૩૨૧૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એસીસી લિમિટેડ ( ૧૮૩૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિમિટેડ ( ૯૪૭ ) :- રૂ.૯૩૦ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- અમરરાજા બેટરી ( ૭૯૮ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ થી ૮૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૬૫૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૪ થી રૂ.૬૮૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ટાઈટન લિમિટેડ ( ૧૪૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૭૪ ) :- રૂ.૧૨૦૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૨ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૦૬ ) :- ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૩ થી રૂ.૯૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ટેક મહિન્દ્ર ( ૯૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૪૦ ) :- ૬૭૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૯૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!