મુંબઈના મલાડમાં ૨૨.૬૨ લાખના એલએસડી અને એમડીએમ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
મુંબઈ : હાલ મુંબઈમાં એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ સહીત પ્રદાર્થોની હેરાફેરી અને લે-વેચ કરનારને પકડી પાડવા સઘન તપાસ શરુ કરવામાં આવી છે. કાંદિવલી વિભાગની એન્ટી નાર્કોટિક્સ સેલના પો.નિરીક્ષક રૂપેશ નાઈક અને તેમની ટીમ મલાડના માલવણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે એવરશાઇન નગર મલાડ પશ્ચિમમાં એક શખ્સ કાળા કલરની બેગ (થેલી) સાથે પોતાના વાહન સાથે ઉભો હતો એન્ટી નાર્કોટિક્સ સેલને તેની વર્તણુક શંકાસ્પદ લાગતા પૂછપરછ કરતા તે શખ્સ યોગ્ય જવાબ ના આપી શકતા તેની જડતી લેવામાં આવતા ૧૭૩ એલએસડી પેપર (૧૭,૩૦,૦૦૦ લાખ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત) અને બેગમાંથી ૩૭.૫ ગ્રામ વજનની ૭૫ એક્સેટેસી ગોળી (આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૫,૩૨,૦૦૦) અને જીપ કંપનીનું વાહન જેની અંદાજે કિંમત ૧૫,૦૦,૦૦ લાખ છે એ જપ્ત કરી હતી. એન્ટી નાર્કોટિક્સ વિભાગે વધુ પુછપરછ કરતા જાણકારી મળી હતી કે મોનિશ અશોક ખમશેરા(ઉ.૨૭) રહે. સુંદર નગર મલાડ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પર ઓર્ડર આપી આ પ્રતિબંધિત પદાર્થો મંગાવતો હતો. .
ધરપકડ કરાયેલ આરોપી પર ગુ.નો.ક્ર. ૩૫/૨૦૨૧, કલમ ૮ સહ ૨૨(ક) NDPS કાયદો ૧૯૮૫ પ્રમાણે (COMMERCIAL QUANTITY) ગુન્હો દાખલ કરી કોર્ટમાં હાજર કરવામાં આવતા ૨૬/૦૪/૨૧ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ આપવામાં આવ્યો છે સ.પો.ની ખડાગળેએ આગળની તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પો.ની રૂપેશ નાઈકના નેતૃતવમાં એપીઆઈ ખડાંગળે, એપીઆઈ વાઘ,એએસઆઈ જાધવ, તાંબડે હેડ કોસ્ટેબલ શિંદે, પેંઢારકર, માંજરેકર, પો.ના.રાણે, પવાર, પો,સી થોબરે અને પો.સી.ચા.કાનડે એ સફળતાપૂર્વક પાર પાડી હતી.