સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૪.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૦૮૦.૬૭ સામે ૪૭૮૬૩.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૬૬૯.૫૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૫.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૨.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૮૭૮.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૦૩.૬૦ સામે ૧૪૩૩૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૬૩.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૩૩૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

દેશભરમાં કોરોના વિસ્ફોટના પરિણામે હેલ્થ સિસ્ટમ પડી ભાંગવા સાથે હવે દેશનું અર્થતંત્ર પણ પડી ભાંગવાની સર્જાયેલી ભીતિ સાથે ફોરેન ફંડો અને ઈન્વેસ્ટમેન્ટ બેંકરો દ્વારા આ સંભવિત પરિસ્થિતિનો નિર્દેશ આપીને નોમુરા સહિતે લાલબત્તી બતાવી દેતાં અને મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના નિર્ણય અને દિલ્હીમાં પણ કડક પ્રતિબંધોને લાગુ કરવાનો નિર્ણય સાથે વિવિધ પ્રકારની આર્થિક ગતિવિધીઓ પુનઃ રૃંધાવાનના ભયે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતમાં કોરોનાની બીજી લહેર અત્યંત ખતરનાક નીવડીને વાયુ વેગે ફેલાઈ રહેલા કોરોનાના રોજીંદા કેસોની સંખ્યા રેકોર્ડ સપાટીએ જોવાતાં અને મરણાંક પણ રેકોર્ડ થઈ રહ્યો હોઈ દેશમાં સર્જાયેલી આ ઐતિહાસિક કટોકટીની પરિસ્થિતિની ગંભીરતા રહીને સમજાઈ સરકારી તંત્ર માટે કેન્દ્ર સરકારે છોડેલા આદેશો અને આ પરિસ્થિતિમાં હવે આજે ફંડોએ આ પરિસ્થિતિના આર્થિક પ્રત્યાઘાતો ભયાવહ નીવડવાના સંકેતે સપ્તાહના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૬ અને વધનારની સંખ્યા ૧૫૮૯ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાવા સાથે, અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને ૧૦% કરી દીધું છે. આનું કારણ સ્થાનિક સ્તરે લાદવામાં આવતા \’લોકડાઉન\’ ને કારણે આર્થિક રિકવરીનું જોખમ છે. જ્યારે નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન ૧૩.૫%થી ઘટાડીને ૧૨.૬% કરી દીધું છે, જેપી મોર્ગને હવે વૃદ્ધિનું અનુમાન અગાઉનાં ૧૩%થી ઘટાડીને ૧૧.૫% કર્યું છે. યુબીએસએ તેની જીડીપી વૃદ્ધિની આગાહી ૧૧.૫%થી ઘટાડીને ૧૦% અને કરી દીધી છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા પણ હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજાર વૈશ્વિક બનાવો, અમેરિકન બજારના સંકેતો ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો અને કોરોના વાયરસના કેસોની સંખ્યા તેમજ આગામી દિવસોમાં માર્ચ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો મહત્વના પુરવાર થશે.

તા.૨૬.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૩.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૩૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૪૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૩૭૩ પોઈન્ટ થી ૧૪૪૦૪ પોઈન્ટ ૧૪૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૬૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૭૭૭ પોઈન્ટ થી ૩૧૯૦૯ પોઈન્ટ, ૩૨૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૪૬૭ ) :- એપરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૮૩ થી રૂ.૧૪૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૬૨ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૩ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૧૧ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૭ થી ૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૬૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૩ થી રૂ.૫૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૦૨ ) :- રૂ.૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૭૮૭ થી રૂ.૭૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૨૪ ) :- કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૫૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૬૫ થી રૂ.૫૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિંદાલ સ્ટીલ ( ૪૩૪ ) :- ૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૧૭ થી રૂ.૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!