રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૨૫૩.૫૧ સામે ૪૮૫૬૯.૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૨૫૪.૩૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૮.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૪.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૬૭૭.૫૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૪૯.૩૦ સામે ૧૪૬૨૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૪૯.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૯૪.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણના નવા વેવમાં ફરી કેસો ઝડપી વધી રહ્યા સામે કોરાના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ કોરોનાને અંકુશમાં લેવામાં આગામી દિવસોમાં સફળતાં મળવાની અપેક્ષાએ આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક ઝડપે દેશભરમાં ફેલાઈ રહી હોઈ અને ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થતાં અનેક રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કરફ્યુને લંબાવવામાં આવતા વણસતી જતી પરિસ્થિતિએ દેશનું અર્થતંત્ર ડામાડોળ થવાના અંદાજો વચ્ચે ફંડોએ સતત બે દિવસ શેરોમાં વેચવાલી નોંધવ્યા બાદ આજે વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે ફાર્મા, બેન્કેકસ, મેટલ અને આઇટી – ટેક શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.
RBI દ્વારા આરોગ્ય સેવાઓ માટે અંદાજીત રૂ.૫૦,૦૦૦ કરોડની જાહેરાત કરતાં અને દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ સરળતાથી આગળ વધતા છેલ્લા કેટલાક દિવસથી શાંત રહેલા ફાર્મા શેરોમાં ફરી નવી ખરીદીની સેન્ટીમેન્ટ પર સાકારાત્મક અસર સાથે અર્થતંત્ર કોવિડની મહામારી પહેલા ધીમુ પડી ગયું હતું તેમા ધીમે ધીમે સુધારો થવાના અહેવાલે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. મારા અંગત મત મુજબ સમગ્ર વિશ્વના દેશો કોરોના વેક્સિન પ્રોગ્રામમાં આગળ વધી રહ્યા છે. સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૦ અને વધનારની સંખ્યા ૧૮૩૪ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક સ્તરે વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભારત સરકારની મુશ્કેલી વધી શકે છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સર્વોચ સપાટી તરફ વધી રહ્યા છે. કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૦૬.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૫.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૬૩૬ પોઈન્ટ થી ૧૪૬૦૬ પોઈન્ટ ૧૪૫૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૫.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૩૦૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૨૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૩૦૩ પોઈન્ટ થી ૩૩૪૭૪ પોઈન્ટ, ૩૩૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટાઈટન લિમિટેડ ( ૧૪૩૫ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૨૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- રામકો સિમેન્ટ ( ૯૮૩ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૨૪ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૪૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૫૭ થી રૂ.૫૬૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૯૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઈલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૯૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બાટા ઇન્ડિયા ( ૧૩૬૫ ) :- રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૦૭૬ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- સિપ્લા લિમિટેડ ( ૮૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૬ થી રૂ.૮૭૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૭૦૨ ) :- ૭૨૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૬ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!