ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ૪૭૦ પોઈન્ટનો ઘટાડો..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૬૧.૮૧ સામે ૪૯૧૭૧.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૫૫૦.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૦.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૧.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૬૯૦.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૭૮.૨૫ સામે ૧૪૮૪૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૬૨.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૯.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૦૮.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત નરમાઈએ થઈ હતી. આર્થિક મોરચે વિકટ બની રહેલી પરિસ્થિતિ અને પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા ભાવોને લઈ મોંઘવારી અસહ્ય બની જતાં આગામી દિવસોમાં બેરોજગારીની સમસ્યામાં પણ ચિંતાજનક વધારાના સંકેતે કેન્દ્ર અને રાજય સરકારો માટે મોટા પડકારોને લઈ ફંડો, મહારથીઓએ સાવચેતીમાં શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતા આજે ભારતીય શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો.

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઝડપી અનેક લોકોને ઝપટમાં લઈ રહી હોઈ મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, કેરળ સહિતના રાજયોમાં સંક્રમિતોની સંખ્યામાં અસાધારણ વૃદ્વિને લઈ ચિંતા વધતાં અને દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાના સ્પષ્ટ એંધાણે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં થઈ રહેલી વેચવાલી વધતી જોવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૮ અને વધનારની સંખ્યા ૧૫૮૬ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલ રહ્યા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે.

આગામી દિવસોમાં ભારતના માર્ચ ૨૦૨૧ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ અને મેન્ફેકચરીંગ ઉત્પાદનના જાહેર થનારા આંક અને એપ્રિલ ૨૦૨૧ મહિના માટેના રીટેલ ફુગાવાના અને ૧૪, મે ૨૦૨૧ના હોલસેલ ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકાના બોન્ડ યીલ્ડમાં વધઘટ અને કોરોનાની વૈશ્વિક અસર વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં અફડાતફડી પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૪.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૩૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૭૩૭ પોઈન્ટ થી ૧૪૭૭૭ પોઈન્ટ ૧૪૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૫૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૨૧૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૬૭૬ પોઈન્ટ થી ૩૨૮૦૮ પોઈન્ટ, ૩૨૮૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૨૯ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૯૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૫૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અમરરાજા બેટરી ( ૮૦૪ ) :- રૂ.૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૭૫૭ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૨૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૩૩ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૬ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૬૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૫ થી રૂ.૫૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૭૬ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૧૦ ) :- ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૪ થી રૂ.૯૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૮૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૪૭ થી રૂ.૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૨૮ ) :- ૬૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૧૨ થી રૂ.૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *