જીતેન્દ્ર દવે દ્વારા
ગુજરાત : ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા મદદનિશ પોલીસ અધિક્ષક સફિન હસનની સુચના તથા માર્ગ દર્શન હેઠળ મિલ્કત સંબંધીત તથા ચોરીના અનડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા દરેક પોલીસ સ્ટેશનને સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ભાવનગર પોલીસ ઇન્સ.ઓડેદરાએ પોતાની ટીમને જરૂરી માર્ગર્દશન તથા સુચના સાથે ઘોઘા પો.સ્ટે.ના અનડિટેકટ ગુન્હો શોધી લાવવા માટે મોકલેલ જેમાં એલ.સી.બી. ટીમના (૧) પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા (૨) પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે આલાપર ગામનો મહાવીરદાન નવલ ઘોઘા પો.સ્ટે.દાખલ થયેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોય જેથી એલ.સી. બી.ની ટીમ તથા ઘોઘા પો.સ્ટે.ની ટીમ તાત્કાલીક ઇસમની યુકિત-પ્રયુકિત દ્વારા પુછપરછ કરતા આખરે વ્યકિત ભાંગી જતા ચોરીના બનાવ બાબતે તમામ હકિકત જણાવી તથા અન્ય સંડોવાયેલ ઇસમો વિશે હકિકત જણાવતા તાત્કાલીક તમામને ગુન્હાના કામે અટક કરી જેમાં પડવા પાવર પ્લાન્ટમાં ફરજ બજાવતા સિકયુરીટી (૧) જીતેન્દ્ર્સિંહ ઉર્ફે શયલુ ભોજુ ગોહિલ રહે પડવા (૨) મનદીપ સિંહ લાખુભા ગોહિલ રહે.પડવા (૩) યશપાલસિંહ જયવંતસિંહ ગોહિલ રહે.પડવા (૪) દિગ્વીજયસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે ડેની કેસુભા ગોહિલ રહે.પડવા તથા આલાપર ગામના (પ) મહાવીરદાન નવલ બાટી રહે.આલાપર તથા ભડભડીયા (૬) મેહુલ તુલસી સરવૈયા રહે.ભડભડીયા સહીત દશ આરોપીની પાસેથી વેસ્ટેજ લોખંડનો ભંગાર ૪૩૦ કિ.ગ્રામ તથા એક ચોરીમાં વપરાયેલ એક સફેદ કલરનો લોડીંગ બોલેરો જેના રજી.નં-જી.જે.-૦૪-એ.ટી.-૭૦૯૮ છે. કુલ કિ.રૂ.૩,૧૨,૯૦૦/-નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીની અટક કરેલ છે.
આ કામગીરી ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એન.કે.વિઝુંડા, તથા એલ.સી.બી.ના પો.કોન્સ. અરવીંદભાઇ બારૈયા તથા એલ.સી.બી.ના પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ અના. હેડ કોન્સ. એમ.યુ.સોઢા, તથા અના. હેડ કોન્સ. બી.જી.ગોહિલ, તથા પો.કોન્સ.તેજપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ.પ્રવિણભાઇ સોલંકી તથા પો.કોન્સ.પંકજભાઇ તથા પો.કોન્સ. જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. બહાદુરસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ગીરીરાજસિંહ જાડેજાએ સફળતાપૂર્વક પાર પાડી હતી.