ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૯.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૭૭.૮૮ સામે ૬૦૨૮૫.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૦૪૫.૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૪૨.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૦.૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૬૭.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૫૬.૭૫ સામે ૧૭૮૮૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૮૬.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૭.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૩૦.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતના સપ્તાહમાં આજે ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ નવી વિક્રમી તેજી બાદ ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી કરી હતી. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલ પાછળ ગત સપ્તાહે ભારતીય શેરબજારનો બીએસઇ સેન્સેક્સ ઉછળીને ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી ગયો હોવા, જો કે ચાલુ સપ્તાહના બીજા દિવસે આગેવાન શેરોમાં પીછેહઠ થતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

ચાઈનાની મેગા રિયલ એસ્ટેટ ડેવલપર ૩૦૫ અબજ ડોલરનું દેવું ધરાવતી એવરગ્રેન્ડેના ભંગાણના પરિણામે ચાઈનાના હાઉસીંગ – પ્રોપર્ટી માર્કેટમાં ચાઈના શેરબજારમાં પ્રોપર્ટી કંપનીઓના શેરોમાં કડાકા અને એના પરિણામે વૈશ્વિક હાઉસીંગ માર્કેટમાં મંદીના એંધાણ વચ્ચે સ્ટીલ સહિતની મેટલની માંગમાં ઘટાડાના અંદાજોએ આર્યન ઓર સહિતના ભાવ તૂટતાં નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજારમાં રિયલ્ટી શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, યુટીલીટી, કન્ઝ્યુમર ડયુરેબલ, મેટલ, ઓઇલ & ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૫ અને વધનારની સંખ્યા ૧૫૦૨ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન નાણાકીય વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજને ઈક્રાએ સુધારી ૯% કર્યો છે, જે અગાઉ ૮.૫૦% મુકાયો હતો. કોરોના વિરુદ્ધ વેક્સિનેશનમા ઝડપ, ખરીફ પાકના મજબૂત પ્રાથમિક અંદાજો તથા સરકારી ખર્ચમાં વૃદ્ધિ જેવા પરિબળોને ધ્યાનમાં રાખી વિકાસ દરના અંદાજમાં સુધારો આવી પડયો છે, એમ ઈક્રા દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧માં ૭.૩૦%ના ઘટાડા બાદ દેશનો આર્થિક વિકાસ દર વર્તમાન નાણાકીય વર્ષમાં ઊંચો રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે. જો કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોરોનાની બીજી લહેરે દેશની આર્થિક પ્રવૃત્તિઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માંગ પર અસર કરી હતી, જેને લઈને અંદાજમાં સલામતિ વર્તી રહ્યા હતા.

રિઝર્વ બેન્કે ૯.૫૦%નો અંદાજ મૂકયો છે.  કોરોનાની રસીના વધી રહેલા વ્યાપને કારણે દેશમાં ઉપભોગતાઓના વિશ્વાસમાં વધારો થવા ધારણાં છે. માગમાં વધારાને પરિણામે અર્થતંત્રમાં ગતિ જોવા મળશે એમ એજન્સી દ્વારા નોંધવામાં આવ્યું છે. ખરીફ પાકની ઊંચી ઉપજને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તરફથી માગમાં વધારો જોવા મળશે જ્યારે સરકારી ખર્ચમાં વૃદ્ધિ ઉપભોગ માગ વધારશે. જો કે કોરોનાની ત્રીજી લહેરનો ભય અને નવા વાઈરસ સામે વેકિસનની બિનઅસરકારકતા સુધારિત ૯%ના અંદાજ સામે જોખમો રહેલા છે.

તા.૨૯.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૭૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૭૭૭ પોઈન્ટ થી ૧૭૮૦૮ પોઈન્ટ ૧૭૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૦૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૭૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૧૮૮ પોઈન્ટ થી ૩૮૩૭૩ પોઈન્ટ, ૩૮૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૫૪૧ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૬૩ થી રૂ.૨૫૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૭૭ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૦ થી રૂ.૧૦૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૦૮ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ થી રૂ.૮૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૬૯૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૭૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • HCL ટેકનોલોજી ( ૧૨૭૨ ) :- રૂ.૧૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૦ થી રૂ.૯૫૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સન ફાર્મા ( ૭૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૩ થી રૂ.૭૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૩૯ ) :- ૬૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *