મુંબઈના બોરીવલીમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સસ્તા ભાવે મીઠાઈઓનું વેચાણ

\"\"\"\"

મુંબઇ : મોંઘવારીના સમયમાં સામાન્ય વ્યક્તિને દિવાળી અને નવા વર્ષમાં મીઠાઈઓ લેવી એટલે બહુ વિચાર કરવો પડે. પરંતુ સામાન્ય વર્ગ પણ સારી મીઠાઈઓ ખરીદીને હર્ષોલ્લાસથી દિવાળી ઉજવે એ માટે વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત બજરંગ દળ મુંબઈના પરા બોરીવલીમાં અનેક વર્ષોથી મીઠાઈનું વેચાણ કરે છે.
આ મીઠાઈ કેન્દ્ર રમેશ શાહ (કોંકણ પ્રાંત ટ્રસ્ટી) સુરેન્દ્ર પાંડે (સંપર્ક પ્રમુખ કોંકણ પ્રાંત) ના માર્ગદર્શનમાં સંજય શાહ અને પ્રવીણ સિંઘ દ્વારા ચલાવવામાં આવે છે. જ્યાં મીઠાઈઓ ઓછા ભાવમાં મળે છે.
રમેશ શાહનું કહેવું છે કે નવા વર્ષમાં ઘરના આંગણે દિવડાઓની હારમાળા અને આવતા મહેમાનોનું સ્વાગત લાગણીઓ લથબથ મીઠાઈઓથી થવું જોઈએ. દરેક વ્યક્તિ હોંશે હોંશે મીઠાઈઓ ખરીદી શકે આજના બાળકોને તહેવારો અને મીઠાઈઓનું મહત્વ નહીં સમજાવવામાં આવે તો ચોકલેટ કંપનીઓ આપણા તહેવારોની રંગત પણ ઝૂંટવી લેશે.
ભારત દેશમા મીઠાઈઓનું દરેક તહેવારમાં એક વિશેષ સ્થાન છે લોકોને એક અપીલ છે ભલે થોડી ઓછી ખરીદીએ પરંતુ તહેવારો સમયે ઘરમાં મીઠાઈઓ લાવવી બાકી ચોકલેટ અંગ્રેજો માટે રહેવા દઈએ.