દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢવાની શરૂઆત માટે લાગ્યા ૭૫ વર્ષ !

પરમવીર ચક્રથી સન્માનિત ૨૧ સૈનિકોના નામથી ઓળખાશે અંદામાન નિકોબારના ૨૧ ટાપુ

દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા પણ તેમના નામ કાઢતા લાગ્યા ૭૫ વર્ષ !

અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુને પરમવીર ચક્ર સૈનિકોનાં નામ આપવામાં આવ્યા

મુંબઈ : હાલ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે અંદામાન નિકોબારનાં ૨૧ ટાપુઓને પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના નામ આપવામાં આવ્યા છે. ૨૦૧૮ની સાલમાં રોસ આઇલેન્ડનું નામ બદલીને સુભાષ દ્વીપ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નેશનલ મેમોરિયલ \’ સુભાષ દ્વીપ \’ ખાતે વિડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કર્યું હતું. અંદામાન નિકોબારના ૨૧ મોટા ટાપુઓને પરમવીર સૈનિકોના નામ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આઝાદીનો અમૃતમહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશની સુરક્ષા માટે ખડેપગે સરહદ પર ફરજ નિભાવતા દરેક સૈનિકોનું સન્માન છે. અને દેશ માટે ગૌરવવંતી ઘટના છે. આવનારી પેઢી જાણશે કે આઝાદી કેવી રીતે મેળવી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે ગુલામીકાળની સ્મૃતિઓ જેમાંથી આઝાદી બાદ તુરંત મુક્ત થવાની જરૂર હતી એને આટલા વર્ષો લાગ્યા.
ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં કહ્યું કે ૨૧ ટાપુઓને ૨૧ પરમવીર ચક્રથી સન્માનિત સૈનિકો સાથે જોડવાનું કામ દીવડાઓ પ્રગટાવવા જેટલું પવિત્ર છે.
પરમવીર ચક્ર સન્માનિત જેમના નામ આપવામાં આવ્યા છે
કેપ્ટન જી.એસ. સલારિયા,
લેફ. કર્નલ ધાન સિંહ થાપા,
લેફ. અર્દેશર તારાપોર,
મેજર પરમેશ્વરમ,
નાયબ સુબેદાર બના સિંહ,
કેપ્ટન વિક્રમ બત્રા,
સેકન્ડ લેફ. અરુણ ક્ષેત્રપાલ,
લેફ.મનોજ પાંડે,
સુબેદાર જોગીન્દર સિંહ,
મેજર શેતાન સિંહ,
કં. માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ, સુબેદાર મેજર સંજય કુમાર,
મેજર સોમનાથ શર્મા,
સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ,
મેજર ધીરુ સિંહ,
લાંસ નાયક આલ્બર્ટ એક્કા,
મેજર હોશિયાર સિંહ,
નાયક જદુનાથ સિંહ,
સેકન્ડ લેફ. રામ રઘોબા રાણે,
સુબેદાર કમર સિંહ,
ફલાયિંગ ઓફિસર નિર્મલ સિંહ