Home History આગ્રાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ વિશેનો ખોટો શિલાલેખ બદલવામા આવ્યો

આગ્રાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ વિશેનો ખોટો શિલાલેખ બદલવામા આવ્યો

1068
0

રામ નાઈકની આગ્રામાંની શિવ જયંતિની ખાસ શુભેચ્છાઓ

મુંબઈ : મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાંની મહારાષ્ટ્ર સરકાર અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી આગ્રા કિલ્લામાં ૧૯ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવનાર ઐતિહાસિક શિવ જયંતિની ઉજવણીમાં ભાગ લેનારા તમામ શિવપ્રેમીઓએ છત્રપતિ શિવાજીનું મહારાજાનું અપમાન કરનારો શિલાલેખ વાંચવો નહિ પડે,પરંતુ યોગ્ય ઐતિહાસિક નોંધ સાથેનો શિલાલેખ તેઓ વાંચશે તેનો મને ભારોભાર સંતોષ છે” આ મુજબના શબ્દોમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકે આગરા કિલ્લામાં ઉજવાતા શિવજયંતિ ઉત્સવને શુભેચ્છા પાઠવી છે.
આગ્રા કિલ્લા પર આયોજિત એક ઐતિહાસિક ઘટનાના પ્રસંગે ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકે આગ્રા કિલ્લાની તેમની મુલાકાતોની યાદ તાજી કરી. નાઈક વર્ષ ૨૦૧૪માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. તે પછી જ્યારે તેઓ આગ્રા યુનિવર્સિટીના કાર્યક્રમ માટે કુલપતિ તરીકે આગ્રા ગયા ત્યારે સ્વાભાવિક રીતે તમામ મરાઠી લોકોની જેમ તેમણે આગ્રાના કિલ્લાની મુલાકાત લીધી, જે છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસ સાથે સંકળાયેલ છે. તે સમયે, દિવાન-એ-ખાસની જગ્યા પરનો શિલાલેખ વાંચીને, જ્યાં ઔરંગઝેબ દ્વારા તેમનું અપમાન થવાથી છત્રપતિ શિવાજી મહારાજ સડસડાટ બહાર આવ્યા હતા, તે દિવાન એ ખાસ પરનો કોતરેલ શિલાલેખ વાંચી નાઈકને પગ થી માથા સુધી ઝાળ લાગી ગઈ. સાવ જુઠ્ઠો ઇતિહાસ તે શિલાલેખ પર કોતરવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે ” છત્રપતિ શિવાજી મહારાજ ઔરંગઝેબને જ્યારે અહીં મળવા આવ્યા હતા ત્યારે આગ્રાનો ઊનાળો સહન ન કરી શકતા ચક્કર આવવાને કારણે બેહોશ થઈ ગયા હતા,” ત્યારબાદ નાઈકે તરત જ પુરાતત્વ સત્તાવાળાઓને યોગ્ય ઐતિહાસિક નોંધ સાથે શિલાલેખ લાગવો જોઈએ તેમ કહ્યું. આખરે વર્ષ ૨૦૧૭માં શિલાલેખ બદલવામાં આવ્યો હતો અને હવે લખ્યું છે કે “આ તે સ્થાન છે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ઔરંગઝેબને મળવા આવ્યા હતા” ૨૩ જુલાઈ ૨૦૧૭ના રોજ આગ્રાના કિલ્લાની ફરી મુલાકાત લઈને નાઈકે પુષ્ટિ કરી કે મહારાજા પર અપમાનજનક શિલાલેખ બદલવામાં આવ્યો છે. એટલું જ નહીં, કિલ્લાની સામે મહારાજાની અશ્વારૂઢ પ્રતિમાની જાળવણી અને વિસ્તારના સૌંદર્યકરણની જવાબદારી રામ નાઈક દ્વારા આગ્રા યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી.
હવે આ જ કિલ્લામાં મહારાષ્ટ્ર સરકાર ૧૯ ફેબ્રુઆરીએ શિવ જયંતિ ઉજવશે તે બદલ રામ નાઈકે પોતાનો વિશેષ સંતોષ વ્યક્ત કર્યો છે.