૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપ વિજેતાના લડવૈયા – ૨ મોહિન્દર અમરનાથ

1983માં કપિલ દેવની કપ્તાનીમાં ભારતે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો તે ખેલાડીઓના યોગદાનથી શક્ય બન્યું હતું. પરંતુ જેની મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોય તો એ મોહિન્દર અમરનાથ જેને લાડથી તેના સાથી ખેલાડીઓ જિમ્મી કહે છે
આમતો ક્રિકેટની ચર્ચામાં અમરનાથ નામ આવે એટલે વિચાર થાય કે અમરનાથ પણ ક્યાં કેમકે પ્રથમ લાલા અમરનાથ ત્યારબાદ તેમના દીકરા મોહિન્દર અને સુરેન્દ્ર અમરનાથ
લાલા અમરનાથ અને સુરેન્દ્ર અમરનાથે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. પરંતુ મોહિન્દર અમરનાથ વધુ લોકપ્રિય હતા જેનું એક કારણ એ હતું કે ક્રિકેટના મેદાનમાં રમવા સમયે અને મેદાનની બહાર બોલવા સમયે તે એકદમ સ્પષ્ટ છે.
મોહિન્દર અમરનાથને સહુથી વધુ ચીડ હોય તો હાર શબ્દ સામે તેઓનું માનવું એવું હતું અને આજે પણ છે કે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માટે લડી લેવાનું આ વિચારો અને આત્મવિશ્વાસને કારણે જ વિશ્વકપની સેમી ફાઈનલમાં મોહિન્દર અમરનાથે માત્ર 27 રનમાં ઇંગ્લેન્ડની ટીમના ધુરંધર કહેવાતા ડેવિડ ગોવર અને માઈક ગેટિંગની મહત્વની વિકેટ ઝડપી હતી. આ પછી બેટિંગ કરવા ઉતરેલા અમરનાથે 46 રનની ઇનિંગ રમીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં ભારત તે સમયની સૌથી ખતરનાક ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની હતી. ક્લાઈવ લોયડે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. ભારતીય ટીમ માલ્કમ માર્શલ, માઈકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ અને જોએલ ગાર્નરની બોલિંગનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા ત્યારે અમરનાથે શાનદાર સંઘર્ષ કરતા 80 બોલમાં 26 રન બનાવ્યા જેને કારણે ભારતની ટીમ ઓલઆઉટ થઈ ત્યારે સ્કોર 183 રન હતો જે વિશ્વની સહુથી ખતરનાક ટીમ સામે કંઈના કહેવાય પણ દરેક ભારતીય ખેલાડી ફિલ્ડિંગમાં એ વિચારી અને દ્રઢ નિશ્ચય સાથે ઉતર્યા હોય એવું લાગી રહ્યું હતું કે આજે હારથી બચવા નહી પણ જીત મેળવવા જ રમવું છે. ત્યારપછી જે ઇતિહાસ રચાયો એ સમગ્ર દુનિયાએ નિહાળ્યું. મોહિન્દર અમરનાથે બેટીંગમાં ૨૬ રન કર્યા બાદ બોલીંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા ફક્ત 12 રન આપી ૩ કિંમતી વિકેટ ઝડપી હતી અને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. બનાવ્યું હતું. અમરનાથે સેમી ફાઇનલ અને ફાઈનલમાં \’મેન ઓફ ધ મેચ\’નું બિરૂદ મેળવ્યું હતું
આ ઉપરાંત 1982-83માં તેમણે ક્રિકેટમાં પુનરાગમન કર્યું અને પાકિસ્તાનના પ્રવાસમાં તેમણે 500થી વધુ રન કર્યા અને ત્યાર બાદ તરત જ વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર પણ 500થી વધારે રન કર્યા હતા. આમ માત્ર બે જ સિરીઝમાં તેમણે 1000થી વધારે ટેસ્ટ રન ફટકારી દીધા હતા. મોહિન્દર અમરનાથ તેમના ક્રિકેટ કારકિર્દીમાં ભારત માટે 69 ટેસ્ટ અને 85 વન-ડે રમ્યા હતા જેમાં તેમણે અનુક્રમે 4378 અને 1924 રન તથા 32 અને 46 વિકેટ લીધી હતી.
મોહિન્દર અમરનાથ સાથે વિવાદો પણ છે એક સમયે એમણે પસંદગીકારોને જોકર પણ કહ્યા હતા.