Home Sports ૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપ વિજેતાના લડવૈયા – ૩ : સુનીલ ગાવસ્કર

૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપ વિજેતાના લડવૈયા – ૩ : સુનીલ ગાવસ્કર

1415
0

સુનિલ મનોહર ગાવસ્કરનો જન્મ જુલાઈ 10, 1949, બોમ્બે [હવે મુંબઈ]મા થયો છે સુનીલે તેમના ટેસ્ટ-રમતા કાકા માધવ મંત્રીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ રમવાની તાલીમ મેળવી હતી.
સ્થાનિક ક્રિકેટમાં ગાવસ્કરના પ્રભાવશાળી પ્રદર્શને ટૂંક સમયમાં જ પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું, અને 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં તેમની પસંદગી કરવામાં આવી. સહુથી ખતરનાક બોલરો વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં હતા તેમની સામે ઉત્કૃષ્ટ રમત દાખવનાર સુનીલ તે સમયના એકમાત્ર ક્રિકેટર હતા સુનીલ ગાવસ્કરનો 34 ટેસ્ટ સદીનો રેકોર્ડ 19 વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. 2005માં સચિન તેંડુલકરે તે રેકોર્ડ તોડ્યો હતો. માત્ર 5 ફૂટ 5 ઇંચ (1.65 મીટર) ઊંચા ગાવસ્કર શોર્ટ-પિચમાં માસ્ટર હતા. બહુ ઓછા ઝડપી બોલરો તેમના પર સંપૂર્ણ પ્રભુત્વ હોવાનો દાવો કરી શકે છે.
સુનીલ ગાવસ્કરે અણનમ 236 સહિત ત્રણ વખત ટેસ્ટ મેચમાં બે સદી ફટકારી છે. ટેસ્ટ મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા. તે સાથે જ એક ઉત્તમ ફિલ્ડિંગ સાથે કારકિર્દીમાં 108 કેચ પકડ્યા છે વિકેટ કીપરો સિવાય 100 કેચના સીમાચિહ્ન સુધી પહોંચનાર પ્રથમ ભારતીય હતા.
સુનીલ ગાવસ્કરે ક્રિકેટમાંથી 1987 નિવૃત્તિ લીધી ત્યારબાદ પોતાના અનુભવ અને કુશળતાનો ઉપયોગ કરી અગ્રણી ભારતીય અખબારો અને સામયિકોના લોકપ્રિય કટારલેખક તરીકે અને ટેલિવિઝન કોમેન્ટેટર બન્યા.
સુનીલ ગાવસ્કર 2009માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ક્રિકેટ ઇતિહાસમાં સહુપ્રથમ એવી ઘટના બની હતી કે લોકોના ઉત્સાહને લઈને લગભગ ૨૦ મિનિટ રમત રોકવી પડી હતી ઘટના છે 1987નીઅમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી હતી. ભારતના કેપ્ટન કપિલ દેવ અને પાકિસ્તાનના કેપ્ટન ઇમરાન ખાન હતા. પાકિસ્તાને ટોસ જીતી પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. ભારત તરફથી ઓપનર સુનીલ ગાવસ્કર મેદાને હતા. તેમણે 58 રન કરતાં જ સ્ટેડિયમનો માહોલ બદલાઇ ગયો હતો. જે સાથે સુનિલ ગાવસ્કર દુનિયાના પહેલાં બેસ્ટમેન બની ગયા હતા, જેણે ટેસ્ટમાં 10 હજાર રન કર્યા હોય. તેમણે 124 ટેસ્ટમાં 212 ઇનિંગ રમી આ રેકોર્ડ કર્યો હતો

• ટેસ્ટ સદી (34)નો રેકોર્ડ હતો.
• ડેબ્યુટન્ટ તરીકે શ્રેણીમાં સૌથી વધુ રન (774) બનાવ્યા છે.
• વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી (774)માં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવ્યા છે .
• વેસ્ટ ઈન્ડિઝ ફટકારવામાં આવેલા રન અને સદીઓ – 2,749 રન અને 13 સદી.
• પોર્ટ ઓફ સ્પેન અને વાનખેડે સ્ટેડિયમ – 2 સ્થળોએ સતત 4 સદી ફટકારનાર તે એકમાત્ર ક્રિકેટર છે .
• 18 અલગ-અલગ ખેલાડીઓ સાથે ટેસ્ટ સદીની ભાગીદારી ધરાવતો એકમાત્ર ક્રિકેટર છે.
• ત્રણ વખત ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારવાના રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને ડેવિડ વોર્નર સાથે સયુંકત નામ છે.
• ટેસ્ટ ક્રિકેટમાં સોથી વધુ કેચ પકડનાર પ્રથમ ભારતીય ફિલ્ડર (વિકેટ-કીપર્સ સિવાય) છે.
• 1978 અને 1985 વચ્ચેના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ટીમના કપ્તાન બન્યા જેમાં 1979-80માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 2-0ની શાનદાર જીત મેળવી હતી.