રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૪.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૩૨.૯૭ સામે ૫૯૮૫૮.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૭૬૬.૨૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૨.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩.૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૮૪૬.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૪૪.૨૦ સામે ૧૭૬૭૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૫૩.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૮૧.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ભારે બે તરફી અફડા તફડીના અંતે સાધારણ ઉછાળા સાથે બંધ રહ્યું હતું. શેરબજાર આજે ઉપરમાં ખુલ્યા બાદ વધુ વધ્યું હતું પરંતુ, બાદમાં ઉછાળે નફારૂપી વેચાલી નોંધાતા સુધારો ધોવાઈ ગયો હતો. આજે રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, ફાઈનાન્શિયલ, પાવર, ફાર્મા અને બેન્ક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે બેન્ક, ફાઈનાન્શિયલ અને ટેલીકોમ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા અને યૂએસ ફેડના વ્યાજદર વધારાને કારણે સ્લોડાઉનની ભીતિએ ભારતીય શેરબજાર સાધારણ વધીને બંધ રહ્યું હતું.
ફૂગાવા – મોંઘવારીનું જોખમ હળવું થઈ રહ્યા સાથે વૈશ્વિક મોરચે અત્યંત ઊંચા વ્યાજ દરોના પરિણામે આર્થિક વિકાસ રૃંધાઈ રહ્યાની અને એના પરિણામે બેંકિંગ કટોકટી સર્જાઈ રહી હોઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સાવચેત થઈ જઈ ગત સપ્તાહે વ્યાજ દરમાં વધારાને અનપેક્ષિત બ્રેક લગાવી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭૯ લાખ કરોડ વધીને રૂ.૨૬૩.૧૮ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, એફએમસીજી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૯ અને વધનારની સંખ્યા ૧૯૫૫ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકા, યુરોપમાં બેંકિંગ કટોકટીનો વંટોળ શાંત થઈ રહ્યો હોવા છતાં હજુ અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતો આ કટોકટી હજુ પૂરી નહીં થઈ હોવાના અભિપ્રાય આપી રહ્યો હોઈ અનિશ્ચિતતા વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ફરી ભારતીય શેરબજારોમાં નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શેરોમાં નેટ ખરીદદાર બનવા લાગ્યા છે. આર્થિક મોરચે હવે ફુગાવા સામે આર્થિક વિકાસ રૂંધાય ન જાય એની તકેદારીમાં સંતુલન લાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વખતે રેપો રેટમાં નવો કોઈ વધારો નહીં કરી સેન્ટીમેન્ટને સપોર્ટ આપ્યો છે.
પાછલા નાણા વર્ષમાં અનેક પડકારો વચ્ચે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં આવેલા મોટા કરેકશનમાં ઘણા સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરો આકર્ષક વેલ્યુએશને ઉપલબ્ધ થતાં પાછલા અઠવાડિયામાં ફંડો, ઈન્વેસ્ટરોનું વેલ્યુબાઈંગ શરૂ થતું જોવાયું છે. જે હવે કોર્પોરેટ પરિણામોની શરૂ થનારી સીઝનમાં આગામી સપ્તાહમાં ઘટાડે ખરીદી વધવાની અપેક્ષા છે. અમેરિકા, યુરોપની બેંકિંગ કટોકટીની આઈટી ઉદ્યોગ પર અપેક્ષિત નેગેટીવ અસર આગામી દિવસોમાં ઈન્ફોસીસ, ટીસીએસના જાહેર થનારા પરિણામોથી અપેક્ષિત છે. પરંતુ આ અસર ક્ષણિક નીવડી બજાર આંચકા પચાવી ફરી રિકવરીના પંથે આગળ વધવાની ધારણા છે.