નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૫૭.૭૨ સામે ૬૦૧૮૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૦૯૪.૬૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૨.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૫.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૩૯૨.૭૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૮૮.૨૦ સામે ૧૭૮૦૬.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૭૮.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૫૮.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સ્થાનિક શેરબજાર બુધવારે સતત આઠમાં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. આઈટી, ટેકનો, ફાર્મા અને ઓટો સેક્ટરમાં સતત જોવા મળેલી લેવાલીથી બુધવારે ભારતીય શેરબજાર લગાતાર આઠમાં સેશનમાં વધીને બંધ રહેવામાં સફળ રહ્યું હતું. ટીસીએસના પરિણામ જાહેર થતા અગાઉ બીએસઈ સેનસેક્સ ૨૩૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૭૮૫૦ પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો. આજે ડિવિસ લેબના શેરોમાં સૌથી વધુ ૯.૬૫% નો ઉછાળો જોવાયો હતો. વૈશ્વિક સ્તરે આર્થિક પડકારો અને અનિશ્ચિતતાઓમાં વધારો થતાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ મંગળવારે ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી ૨૦૨૩-૨૪ માટે ૫.૯% અને ૨૦૨૪-૨૫ માટે ૬.૩% કર્યો છે.

જાન્યુઆરીમાં, IMFએ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) અપડેટમાં જણાવ્યું હતું કે ભારત એક ઝડપથી વિકસતી ઈકોનોમી છે અને ચીન સાથે આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિનો અડધો હિસ્સો હશે, જેની સામે યુએસ અને યુરો વિસ્તાર સંયુક્ત રીતે માત્ર દસમા ભાગનો છે. આ સાથે દેશનો જીડીપી અંદાજ ૨૦૨૩-૨૪ માટે ૬.૧% અને ૨૦૨૪ – ૨૫ માટે ૬.૮% પર જાળવી રાખ્યા હતા. આ સૌથી નીચો વૃદ્ધિનો અંદાજ છે. અન્ય મોટાભાગની એજન્સીઓ કરતાં આઈએમએફએ ૬%થી નીચે ગ્રોથ રહેવાની શક્યતા દર્શાવી છે. જ્યારે વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ ૬.૩% અને એશિયન વિકાસ બેન્કે ૬.૪% રહેવાનો અંદાજ મૂક્યો છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૦ અને વધનારની સંખ્યા ૨૦૩૬ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકામાં બેંકિંગ કટોકટી બાદ હવે રોકાણકારો એશિયન બજારો તરફ વળ્યા છે. રોકાણકારોના મતે એશિયાના પ્રાંતો આ પ્રકારની કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે વધુ સારી રીતે સજ્જ છે. એશિયન નાણાંકીય બજારો યુએસ કરતાં ઓછા તંગ રહ્યા છે અને મોટાભાગની એશિયન કરન્સી યુએસ ડોલર સામે મજબૂત થઈ છે. જાપાન સિવાય એશિયાના લગભગ તમામ ફાઈનાન્શિયલ શેર ઈન્ડેકસમાં ૧૦ માર્ચથી તેજી જોવા મળી છે. જ્યારે અમેરિકન બેંકિંગ ઇન્ડેક્સમાં સમાન ગાળામાં લગભગ ૧૦% નો ઘટાડો જોવા મળ્યો છે.

યુએસ-કેન્દ્રિત મંદીનો અર્થ એ છે કે અમેરિકન ડોલરમાં ઘટાડો અને ડોલરની નરમાઈ એશિયાના બજારોમાં મૂડી પ્રવાહ વધારશે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા અને ભારતની કેન્દ્રીય બેંકો હવે તેમની મોનિટરી પોલિસી વધુ કડક નથી કરી રહ્યાં અથવા હળવી કરી રહ્યાં છે. ગ્લોબલ ડેટા અનુસાર માર્ચમાં પૂરા થયેલા ચાર સપ્તાહમાં ઇમર્જિંગ માર્કેટમાં ૫.૫ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. આ જ સમયગાળામાં વિકસિત દેશોના ઈક્વિટી માર્કેટમાંથી ૮.૬ અબજ ડોલર પાછા ખેંચવામાં આવ્યા છે. આ આઉટફ્લોમાં અમેરિકાનો પણ સૌથી મોટો હિસ્સો હતો.