Home Stock Market નિફ્ટી ફયુચર ૧૮૫૦૫ પોઈન્ટ મહત્વની સપાટી…!!! – નિખિલ ભટ્ટ

નિફ્ટી ફયુચર ૧૮૫૦૫ પોઈન્ટ મહત્વની સપાટી…!!! – નિખિલ ભટ્ટ

1023
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૫.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૯૪૦.૨૦ સામે ૬૨૧૫૮.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૮૨૩.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૪૫.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫.૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૯૦૪.૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૪૫.૫૦ સામે ૧૮૩૭૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૩૧૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૫૩.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ડેરિવેટીવ્ઝમાં આજરોજ એફ એન્ડ ઓમાં વિકલી એક્સપાયરી સાથે ફોરેન ફંડો, મોટા ખેલાડીઓએ અપેક્ષિત અફડાતફડીના અંતે સાવચેતી દાખવતતા ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. અમેરિકામા ફુગાવાનો દર નરમ પડ્યો હોવાના અહેવાલે શરુઆતી તબક્કામાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું પરંતુ, સ્થાનિક સ્તરે કેટલીક કંપનીઓના પરિણામો સંતોષજનક ન રહેતા કેટલાક સેક્ટરના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને ઉતાર – ચઢાવ બાદ બજાર ઘટીને બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે ફુગાવાનું જોખમ ઘટી રહ્યું હોવા સાથે સેન્ટ્રલ બેંકો દ્વારા હવે વૈશ્વિક મંદીના જોખમે વ્યાજ દરોમાં નવો વધારો કરવાનું અટકાવવામાં આવે એવી શકયતા અને સ્થાનિકમાં ભારતના આર્થિક વિકાસને વેગ આપવા મોદી સરકાર દ્વારા લેવાઈ રહેલા સંખ્યાબંધ નિર્ણયોને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની કોર્પોરેટ ઈન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવાઈ હતી.

બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ એશિયન પેઈન્ટ્સના શેરોમાં સૌથી વધુ ૩.૨૨%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દુસ્તાન યૂનિલિવર, એનટીપીસી,ઈન્ડસઈન્ડ બેન્ક, અલ્ટ્રાકેમ્કો, મારુતિ, સન ફાર્મા, એક્સિસ બેન્ક અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે, જયારે સેન્સેક્સ પેકમાં આજે લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૫.૨૯%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, ભારતી એરટેલ, રિલાયન્સ, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૫.૦૭%નો ઉછાળો જોવા મળ્યો હતો, જયારે બીજી તરફ એનએસઈ નિફ્ટીમાં આજે સૌથી વધુ ડો. રેડીઝ લેબના શેરમાં ૬.૯૩%નો ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, મેટલ, ઈન્ડસ્ટ્રિયલ્સ, હેલ્થકેર, એનર્જી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૬ અને વધનારની સંખ્યા ૨૦૩૪ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૭.૦૦ હજાર કરોડ વધીને રૂ.૨૭૭.૯૭ લાખ કરોડ રહ્યું હતું.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુએસ બેન્કિંગ સેક્ટરમાં કટોકટી હોવા છતાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નાણાકીય ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ રોકાણ કર્યું હતું. બીજી તરફ, વૃદ્ધિ અંગેની અનિશ્ચિતતાને કારણે આઈટી સેક્ટરમાં મહત્તમ રોકાણનો પ્રવાહ જોવા મળ્યો હતો. એફપીઆઈએ એપ્રિલના બીજા પખવાડિયામાં અંદાજીત રૂ.૩,૨૮૦ કરોડના નાણાકીય ક્ષેત્રના શેર ખરીદ્યા હતા જ્યારે રૂ. ૫,૯૧૦ કરોડના આઈટી સેક્ટરના શેર વેચ્યા હતા. ઐતિહાસિક રીતે દેશમાં વિદેશી રોકાણમાં આ બે ક્ષેત્રોનો હિસ્સો સૌથી વધુ છે. સ્થાનિક બેન્કોમાં મજબૂત રોકાણ જોવા મળ્યું હતું કારણ કે વિકસિત દેશોની બેન્કો દબાણ હેઠળ છે. એવા સંકેતો મળી રહ્યા છે કે વ્યાજદરમાં વધારાનું ચક્ર તેના અંતને આરે છે અને ક્રેડિટ ગ્રોથ ચાલુ છે.

મોટાભાગની બેંકોની એનપીએમાં ઘટાડો થયો છે. બેંકિંગ અને ફાઇનાન્સ એવા ક્ષેત્રો છે જે બે આંકડામાં નફો નોંધાવવા માટે સારી સ્થિતિમાં છે. ભારતનું આઈટી ક્ષેત્ર તેની આવકનો મોટો હિસ્સો બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રમાંથી મેળવે છે. ડૉલરના સંદર્ભમાં, આઈટી નિકાસ સિંગલ ડિજિટમાં વધી રહી છે. આગામી દિવસોમાં આઈટી શેરો પર વધુ દબાણ જોવા મળી શકે છે. એપ્રિલના બીજા પખવાડિયામાં એફપીઆઈ દ્વારા ચોખ્ખો નાણાપ્રવાહ રૂ.૨,૮૬૪ કરોડ હતો. કેપિટલ ગુડ્સ અને ઓઈલ-ગેસ અને એનર્જી સેક્ટરમાં પણ રોકાણ હકારાત્મક હતું. એપ્રિલના અંતમાં નાણાકીય સેવાઓમાં એફપીઆઈની સૌથી વધુ ક્ષેત્રીય ફાળવણી હતી, જે અગાઉના પખવાડિયામાં ૩૪.૦૯%થી વધીને ૩૪.૧૬% થઈ હતી. પાવર સેક્ટર માટે ફાળવણી ૯.૯૪%થી વધીને ૧૦.૦૭% થઈ છે.

તા ૧૨.૦૫.૨૦૨૩ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૧.૦૫.૨૦૨૩ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૩૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૮૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૮૩૦૩ પોઈન્ટ થી ૧૮૨૭૨ પોઈન્ટ, ૧૮૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૦૫.૨૦૨૩ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૩૪૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૩૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૪૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૩૩૭૩ પોઈન્ટ થી ૪૩૨૭૨ પોઈન્ટ, ૪૩૧૮૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

 ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૨૮૪ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૯૭ થી રૂ.૧૩૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

 મહાનગર ગેસ ( ૧૦૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૫૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૦૩ થી રૂ. ૧૧૧૫ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

 ટાટા કેમિકલ્સ ( ૯૯૩ ) :- રૂ.૯૭૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૭ બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!

 સિપ્લા લિ. ( ૯૪૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૪ થી રૂ.૯૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

 લુપિન લિ. ( ૭૬૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૮ થી રૂ.૭૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

 યુનાઈટેડ બ્રુવરીઝ ( ૧૪૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બ્રુઅરીઝ એન્ડ ડિસ્ટિલરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!

 ટીવીએસ મોટર ( ૧૨૩૮ ) :- રૂ.૧૨૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૧૮ થી રૂ.૧૨૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

 ભારત ફોર્જ ( ૭૮૧ ) :- કાસ્ટિંગ્સ એન્ડ ફોર્જિંગ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૬૬ થી રૂ.૭૫૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!

 કન્ટેઈનર કોર્પોરેશન ( ૬૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઈડર સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

 ટાટા મોટર્સ ( ૫૧૪ ) :- રૂ.૫૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૯૪ થી રૂ.૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૫૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

The securities quoted are for illustration only and are not recommendatory.

Investment in securities market are subject to market risks.
Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.