Home Stock Market નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

1281
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૪૨૮.૫૪ સામે ૬૨૬૦૧.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૩૭૯.૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૯.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૮.૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૫૪૭.૧૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૫૭૦.૦૦ સામે ૧૮૬૧૮.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૫૫૬.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૬૩૫.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજાર ચાલુ ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. યુએસ જોબ ડેટા અગાઉ અમેરિકામાં વ્યાજદર વધારા પર પોઝની શક્યતાથી આજે યૂરોપના બજારો પણ ઉપરમાં ખૂલ્યા હતા અને વેશ્વિક સ્તરે પોઝિટિવ હવામાન જોવા મળ્યું હતું. ભારતીય બજારમાં પણ શરૂઆતથી જ તેજી જળવાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાટા સ્ટીલ શેરોમાં સૌથી વધુ ૨.૧૨%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, હિન્દુસ્તાન યૂનિલિવર, ભારતી એરટેલ, પાવરગ્રીડ, એસબીઆઈ, નેસ્લે ઈન્ડિયા અને આઈટીસીનો સમાવેશ થાય છે.

બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૧.૫૧%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો, એચસીએલ ટેકનો, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ હિન્દાલ્કોના શેરોમાં સૌથી વધુ ૩.૪૩% નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિરો મોટોકોર્પ, અપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ અને મારુતિનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૨.૦૯%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બીપીસીએલ, એચડીએફસી લાઈફ, ટીસીએસ અને વિપ્રોનો સમાવેશ થાય છે.

ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને કારણે ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યા હતા અને મેટલ, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રીયલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, કેપિટલ ગુડ્સ અને કમોડિટીઝ શેરોમાં લેવાલીએ બીએસઈ સેનસેક્સ ૧૧૮ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૬૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧ લાખ કરોડ વધીને રૂ.૨૮૫.૧૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ટેક, આઈટી, પાવર, યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૩ અને વધનારની સંખ્યા ૨૧૩૭ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક બજારોમાં સાવચેતી છે, ચાઈનાની ઔદ્યોગિક અને આર્થિક વૃદ્વિ ફરી મંદ પડવા લાગતાં અને જર્મની મંદીમાં સરી પડયું હોવાના આંકડાના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મંદી સાથે ફુગાવાના પડકારાને લઈ ચિંતા વધી છે. અમેરિકામાં સપ્તાહના અંતે ફુગાવો વધી આવતાં જૂન માસમાં ફરી વ્યાજ દરમાં વધારો થવાની શકયતાઓ જોવાઈ રહી છે. જ્યારે આ અનિશ્ચિતતાઓ, પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસના પંથે આગળ વધી રહ્યાના અને આગામી વર્ષોમાં પણ આ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફોરેન ફંડોનું રોકાણ આકર્ષણ વધી રહ્યું છે. ભારતમાં ચોમાસું સામાન્ય સારૂ રહેવાના અંદાજો સહિતના પોઝિટીવ પરિબળો વચ્ચે જો અમેરિકાનું ડેટ સીલિંગ વધારવાનું કોકડું છેલ્લી ઘડીએ ઉકેલાઈ જવાના સંજોગોમાં – તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની શકયતા છે.

તા ૦૫.૦૬.૨૦૨૩ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૨.૦૬.૨૦૨૩ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૬૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૫૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૮૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૮૬૭૬ પોઈન્ટ થી ૧૮૭૩૭ પોઈન્ટ, ૧૮૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૨.૦૬.૨૦૨૩ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૪૧૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૩૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૪૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૪૧૮૯ પોઈન્ટ થી ૪૪૨૩૨ પોઈન્ટ, ૪૪૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

 બાટા ઈન્ડિયા ( ૧૫૭૧ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૫૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

 ટીવીએસ મોટર ( ૧૨૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૫૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૯ થી રૂ. ૧૩૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

 એસબીઆઈ લાઈફ ( ૧૨૧૩ ) :- રૂ.૧૧૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૭ બીજા સપોર્ટથી લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!

 એક્સિસ બેન્ક ( ૯૩૧ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૯ થી રૂ.૯૫૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

 ટાટા કન્ઝ્યુમર ( ૮૦૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૭ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટી એન્ડ કોફી સર્વિસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૧૩ થી રૂ.૮૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

 કોલગેટ-પામોલિવ ( ૧૬૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!

 બજાજ ફિનસર્વ ( ૧૪૬૫ ) :- રૂ.૧૪૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

 કોરોમંડલ ઈન્ટરનેશનલ ( ૯૫૭ ) :- ફર્ટિલાઇઝર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૭૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૪૦ થી રૂ.૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!

 લુપિન લિ. ( ૮૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

 ઈપ્કા લેબોરેટરીઝ ( ૭૧૭ ) :- રૂ.૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૯૬ થી રૂ.૬૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

The securities quoted are for illustration only and are not recommendatory.

Investment in securities market are subject to market risks.
Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.