વિશ્વના ચોથા સૌથી મોટા અને એશિયામાં બીજા સૌથી મોટા ભારતીય રેલ નેટવર્કની રોચક વાતો

અજબ ગજબની ભારતીય રેલવે
આપણે સહુ રેલવેની મુસાફરી કરીએ છે પણ આજે જાણીએ રેલવે વિશેની રોચક જાણકારી છોટાલાલ સોલંકીની કલમે
◆ આજે આપણે અજબ ગજબ ભારતીય રેલ વિશે જાણીયે…*
શું તમને ખબર છે. ઓનલાઈન ટિકિટ કાઢતી વખતે રેલવે તમને 35 (પાંત્રીસ) પૈસામાં 10.લાખનો વીમો આપે છે.?
◆ મોટા ભાગે રેલવે નેટવર્ક કોઈપણ રાજયમાં દરેક જિલ્લામાં હોય છે. પરંતુ મિઝોરમ માં એવું નથી… અહીંયા આખા રાજ્યમાં એક માત્ર રેલવે સ્ટેશન છે. જેનું નામ \’બઇરાબી\’ છે. જેનો સ્ટેશન કોડ BHRB છે. આનાથી આગળ કોઈ રેલ લાઇન નથી.
◆ મહારાષ્ટ્રના અહમદનગર માં શ્રીરામપુર અને બેલાપુર સ્ટેશન બાજુ બાજુ માં છે. જી હાં એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવાથી સ્ટેશન બદલાઈ જાય છે. છે ને અજબ-ગજબની ભારતીય રેલ.
◆ મહારાષ્ટ્ર અને ગુજરાતની સીમા પર આવેલું \’નંદુરબાર\’નું પ્લેટફોર્મ બે રાજ્યની મધ્યમાં આવ્યું છે. જેથી કરીને એનો એક ખૂણો મહારાષ્ટ્રમાં અને બીજો ખૂણો ગુજરાતમાં આવે છે.
આ સ્ટેશનની મધ્યમાં બેસવાનો બાકડો બંને રાજ્યની વચ્ચે છે. જેને બે અલગ રંગથી રંગવામાં આવ્યો છે. એની એક તરફ ગુજરાત અને બીજી તરફ મહારાષ્ટ્ર રાજ્ય લખેલું છે.
◆ આ પ્લેટફોર્મ પર RPF પણ એજ પ્રમાણે છે. અહીંયા અનાઉન્સમેન્ટ પણ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં થાય છે.
મુંબઈમાં સેન્ટ્રલ રેલવેમાં આવેલા \’માટુંગા\’ સ્ટેશન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલીત છે. જે એક માત્ર રેલ્વે સ્ટેશન છે.
છે ને અજબ-ગજબની ભારતીય રેલ. પણ મિત્રો શું તમને એ ખબર છે. આ રેલવેને ભારતમાં ભારતમાં લાવવાની કલ્પના કોની હતી ?
◆ ભારતમાં પણ ટ્રેન હોવી જોઈએ એની કલ્પના મુંબઈમાં રહેતા પ્રસિદ્ધ ભારતીય વ્યાપારી \”નાના જગન્નાથ શંકરશેઠ\” ની હતી…
*જયારે ઇંગ્લેન્ડમાં સૌ પ્રથમ ટ્રેન શરૂ થઈ તો એની ચર્ચા પુરી દુનિયામાં થઈ… ત્યારે \’નાના\’ ને એ ટ્રેન પોતાના વતનમાં (ભારત) લાવવાની ઈચ્છા જાગૃત થઈ.
◆ \’નાના\’ કોઈ સાધારણ વ્યક્તિ ન હતા.તેઓ મોટા સ્વર્ણકાર હોવાને નાતે એમની પહોંચ દેશના મોટા ઉદ્યોગપતી તેમજ મોટા મોટા અંગ્રેજ ઓફિસરો સુધી હતી.
1843માં તેઓ પોતાના પિતાના મિત્ર એવા જમશેદજી જીજીભોંય ઉર્ફ જેજે ને મળીને પોતાનો આઈડિયા એમને બતાવ્યો…
◆ \’નાના\’નો ભારતમાં ટ્રેન લાવવાનો આઈડિયા ત્યારના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ થોમસ અને બ્રિટિશ અધિકારી સ્કિન પેરીને પણ ખૂબ ગમ્યો.
*આ ત્રણેયે સાથે મળીને \”ધી ઇન્ડિયન રેલવે એસોસિઅન\” બનાવ્યું.
*આની પહેલા અંગ્રેજોની ભારતમાં રેલ્વે લાવવાની કોઈ યોજના ન હતી.
*નાના જેવી પ્રભાવશાળી વ્યક્તિના આઈડિયાને રોડમેપ આપવા માટે મુંબઈના મોટા મોટા વ્યાપારીઓ પણ સાથે જોડાયા. અને ગ્રેટ ઇન્ડિયન રેલવેઝ\” નામની કંપનીની સ્થાપના કરવામાં આવી.
◆નાનાનું આ સ્વપ્ન 1853માં પૂર્ણ થયું. અને પહેલી ભારતીય ટ્રેન મુંબઇના કોલાબાથી થાણે સુધી દોડી. જેમાં પ્રથમ યાત્રી તરીકે \’નાના\’ અને જમશેદજી ટાટા ઉર્ફે જે.જે. એ સફર માણી…
*બસ અફસોસ એકજ વાતનો છે. ઇતિહાસના પાનમાં આપણને પ્રથમ ટ્રેન અંગ્રેજો લાવ્યા એટલુંજ શીખવ્યું છે. પણ એના પ્રણેતા તરીકે \”નાના જગન્નાથ શંકરશેઠ\”ના નામનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી…*
◆ મુંબઈના \”ગ્રાન્ટરોડ\” સ્ટેશનને \”નાના જગન્નાથ શંકરશેઠ\” નું નામ આપવા માટે ઘણા સમયથી મુંબઈના લોકોએ રેલવે મંત્રાલય પાસે માંગણી કરી રહ્યા છે.
◆ C. D. Solanki
◆ Mob. 8108641599