પચાસની ઉંમરમાં સુંદરતા
◆ આજના સમયમાં પચાસ, પંચાવન વર્ષની સ્ત્રી યુવા કહેવાય છે… ઉંમર ની સાથે અનુભવ એને બોલ્ડ બનાવે છે… ભલેને ગુઠણમાં દુખાવો હોય, પણ એને અનુરૂપ બનીને, નાના બાળકો સાથે એ બાળક બની જાય છે! કયારેક એમની દોસ્ત તો ક્યારે સખી બને છે!!…
સંસારમાં રચ્યાપચ્યા રહ્યા પછી પણ, એ પોતાનું સ્થાન બનાવે છે…
◆ હવે એ પોતાની રીતે જીવે છે… એથીજ કદાચ પચાસ, પંચવાન વર્ષની ઉંમરમાં પહેલા કરતા સ્માર્ટ બને છે. ક્યાંક જવું હોય તો કોઈની રજા વગર જવાય, જાણે કે એને પાંખ ફૂટી હોય… એમ એ ઉડવા માટે આતુર હોય છે…
આ ઉમરમાં દાગીનાનો મોહ હવે એને નથી રહ્યો… એની સાદગીમાં એની સુંદરતા નિખરી આવે છે. ઘર અને વરની દુનિયામાં એણે પોતાનો વિચાર કયારેય નહોતો કર્યો… પણ હવે બાકીની જિંદગી પોતાની રીતે જીવવી છે. એથીજ કદાચ આ ઉંમરમાં પણ એ ખુબસુરત દેખાય છે…
◆ આજે એ ઘણી ખુશ હતી… એની ઘણી વિશ પુરી થયેલી, એથી એ મંદિરમાં ગઈ… એક લાલ ફૂલ ભગવાનને ચડાવ્યું… ભગવાન પણ જાણે પોતે બનાવેલી આ કૃતિને જોઈને પ્રસન્ન થયા…
સિલ્કની ગુલાબી સાડીમાં સોનેરી બોર્ડર, ગળામાં ગુલાબી મોતીની સિંગલ લેયર વાળી માળા.. કાનમાં પણ ગુલાબી મોતીના બુટ્ટીને લીધે એ વધારે મોહક લાગતી હતી…
“માંગ જે માગવું હોય એ માંગી લે હું આજે પ્રસન્ન છું”… પ્રભુ બોલ્યા…
એણે કહ્યું “પ્રભુ એક કોરા પેપરમાં સહી આપ… હું મારી મેળે એમાં નામ ઉમેરીસ, બસ તું મને વચન આપ હું જેના નામ લખીશ એને જન્મોજનમ મારી સાથે રાખીશ”…?
◆ “પ્રભુ જો એક ફુલથી કામ ન પતે તો બે ફૂલ ચડાવીશ… પણ હાં એટલું યાદ રાખજે, હું તારી પાસે કાંઈ માંગવા નહોતી આવી… આ તો મારી બધી વિશ પુરી થઈ તો હું તને ધન્યવાદ આપવા આવેલી, વરદાનતો તું જાતે આપી રહ્યો છે… તો એમાંથી ફરી ન જવાય સમજ્યા”…??
◆ ભગવાન પણ એક ક્ષણ માટે કન્ફ્યુઝ થયા!! આતો લેવાના દેવા પડ્યા!! અને એ તો ભગવાનની વ્યથા પણ જાણતી હતી, હવે એ પંચાવન વર્ષની સ્માર્ટ વુમન હતી… “ના પ્રભુના એવું હું કાંઈ નહી માંગુ જેની તને મૂંઝવણ થાય… પ્રભુ આવતા જન્મમાં જીવનસાથી તરીકે મને મારો પ્રિયાંક આપજે!!… યાદ છે. ને, જેને તુએ પોતાની પાસે સમયથી પહેલા બોલાવી લીધો છે.”…??
◆ “પ્રભુ આગલા જન્મમાં પણ મને દીકરા રૂપે પાર્થ આપજે… એની વહુ તરીકે સૌમ્યા આપજે…મને દીકરી તો મારી શ્રુતિ જ જોઈયે અને જમાઈ તરીકે અર્થ આપજે…
હે પ્રભુ હું આજે જે કાંઈ છું…આટલી મોર્ડન છું… એ આ બધાને લીધે છું.”…
“બાકી તો જે દિવસે તુએ મારા પ્રિયાંકને તારી પાસે બોલાવેલો એજ દિવસે હું મરી ગયેલી… પણ મારી દીકરી, દીકરો, વહુ અને જમાઈ મારો શ્વાસ બનીને મને ઓક્સિજન આપી રહયા છે”…
◆ “હે પ્રભુ આતો તું આપી રહ્યો છે. એથી માંગી રહી છું, બાકી તારી મરજી…
આપેલા વચનથી જો તું ફરી ગયો તો લોકો તને શું કહેશે એનો વિચાર કરજે!! કહીને એણે પ્રભુ સામે સુંદર સ્મિત કર્યું.”…
◆ શ્રી હરીના ચરણોમાં માથું ટેકવીને એણે મંદિરની ઘંટડી વગાડી… અને સડસડાટ મંદિરની બહાર નિકળી…
પ્રભુ પણ સ્થબદ્ધ હતા..આજે આ ઉંમરમાં પણ કેટલો આત્મવિશ્વાસ છે..!! જયારે એનો પ્રિયાંક ગયેલો ત્યારે કેવી ભાંગી ગયેલી!! આના આત્મવિશ્વાસને કેવી રીતે તોડાય કહીને પ્રભુ સ્વત બડબડયા તથાસ્તુઃ
C. D. Solanki
Mob. 8108641599