Home Story Social હિંસક ફિલ્મો અને મોબાઇલની બાળકો / યુવાનો પર અસર

હિંસક ફિલ્મો અને મોબાઇલની બાળકો / યુવાનો પર અસર

687
0

◆ હજી થોડા દિવસ પહેલા દિલ્લીમાં એક નાની ઉંમરના છોકરાએ પોતાના કરતા નાના છોકરાની ચપ્પુના લગભગ 50 ઘા કરીને એની હત્યા કરી!! વાત માત્ર એટલીજ નથી… હત્યા કરીને એની લાશ પાસે વિભસ્ત રીતે ડાન્સ કરીને ખુશી મનાવીને પોતાની ટસન દેખાડી…
◆ આવુજ કાઈ રણવીર કપૂરની આવનારી ફિલ્મ “એનિમલ” ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે… કે ફિલ્મનો નાયક હત્યા કરીને આવીજ રીતે નગ્ન નાચ કરે છે. “આવા લોકો સમાજ માટે ખુંખાર જાનવર કરતા પણ ખતરનાક હોય છે… આમનો ઈલાજ યોગ્ય સમયે થવો જોઇએ…
ફિલ્મના હીરોની આવી ખૂંનસને આજના યુવાઓ અપનાવી રહ્યા છે… પોતાના ફિલ્મી નાયકની આવી અદા પસંદ કરનાર વર્ગની સંખ્યા વધી રહી છે.
જે કોઈપણ સભ્ય સમાજ માટે યોગ્ય નથી…
◆ આજના યુવાઓ સસ્તી પ્રસિદ્ધિ અને પોતાને હીરો બનવાની લ્હાયમાં પોતાનું અહિત કરે છે…
ટેલિવિઝનના OTT પ્લેટફોર્મ પર આજકાલ એવી સિરિયલ અને ફિલ્મો આવે છે. જે તમે ઘરના સભ્યો જોડે બેસીને જોઈ ન શકો…
આવી વિભસ્ત સિરિયલ આજના યુવાઓ પોતાના મોબાઈલમાં જોયા પછી આવી વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરે છે…
◆ આજના યુવાઓને કોઈનો જીવ બચાવવા કરતા એ વખતે એનો લાઈવ વિડિઓ બનાવીને સોશિયલ મીડિયામાં મૂકીને, પોતાના ફોલોઅર્સ વધારવામાં રસ છે. આજના સમાજની આ કડવી હકીકત છે. આવી સેલ્ફી લેનાર લોકો ભલે ગુનેગાર ન હોય પણ આમનો અપરાધ કદાચ અપરાધી કરતા વધારે છે…
◆ આની શરૂવાત કદાચ આજથી લગભગ 25 વર્ષ પહેલાં થયેલી…
વાત જાણે એમ હતી કે મુંબઈના એક સાંજ દૈનિક (અંગ્રેજી અને ગુજરાતી અખબાર) નો એક યુવા ફોટોગ્રાફર મુંબઈના હારર્બર લાઈનના “રે રોડ” સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર ઉભો હતો…
મુંબઇ તરફથી આવી રહેલી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ આવી રહેલી ત્યારે એના ખૂણે ઉભેલા એક યાત્રીનું ધ્યાન એ તરફ ન હતું…
ફોટો ગ્રાફરે એ અસવાધ યુવાનને સાવધ ન કરતા એના લાઈવ અકસ્માતના અલગ અલગ એંગલના ફોટા અખબારોમાં મુકેલા…
આવી માનસિકતા આજના યુવાઓમાં પણ જોવા મળે છે.
◆ અખબારના ફોટોગ્રાફરે યાત્રીને ન બચાવતા એના આવા વિભસ્ત ફોટાઓ અખબારમાં મુકેલા જેથી કરીને મુંબઈમાં ઘણો વિવાદ થયેલો… આ લખનારે પણ એનો વિરોધ કરેલો. શિવસેનાના લોકોએ તો અખબારની ઓફિસમાં ઘણી તોડફોડ પણ કરેલી…
સ્થિતિ આજે પણ લગભગ એવીજ છે. આવા લોકો દરેક મર્યાદાનો ભંગ કરીને પોતાની વિકૃત માનસીકતા નું પ્રદર્શન કરતા હોય છે.
◆ ઘણીવાર તમાશો જોનાર લોકો પોતાની નૈતિકતાને કોરાણે મૂકતા હોય છે… આ લોકો પર ફિલ્મોની એવી અસર હોય છે. કે તેઓ આવી ઘટના વખતે ફિલ્મી અંદાજમાં મોઢું ફેરવીને ઉભા રહે છે…
આવા લોકોમાં આત્મા જેવું કાંઈ રહ્યું નથી… અથવા તેઓનો આત્મા મરી ગયો છે…
◆ દિલ્લીમાં ખીચોખીચ ભરેલી મેટ્રો ટ્રેનમાં પણ બે દિવસ પહેલા એક યુવતી સાથે આવો બનાવ બનેલો પણ કોઈ એની મદદે આવ્યું નહીં… આવુજ કાઈ યુપી માં બસ કંડકટરના સાથે થયું…. ખરેખર આજના યુવાઓ નમાલા બની ગયા છે… તેઓ કોઈને મદદ કરવા તૈયાર નથી… અને એમને પણ મદદ કરવા કોઈ તૈયાર નથી… દરેકને ફક્ત સેલ્ફી લેવી છે…
◆ જો આજે સમાજ જાગૃત નહીં બને તો એક દિવસ એવો આવશે કે આપણે આપણાં બાળકોની હિંસા વાળી કોઈ રીલ કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોતા હશું… એથીજ સમાજે સાવધાન થવું જરૂરી છે… અને આવી હિંસા બતાવતી કોઈપણ ફિલ્મ અથવા રિલનો ખુલીને વિરોધ કરવો જોઈએ… અને આવા વિષયોને સોશિયલ મીડિયા મારફતે કેન્દ્ર સરકાર અને માનનીય સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોચાડવા જોઇયે… જેથી કરીને આવા લોકોની અક્કલ ઠેકાણે આવે…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599