Home Story શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 ...

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 લોક લાગણીનો વિરોધ

85
0

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2
લોક લાગણીનો વિરોધ
◆ બસ હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે. રામલાલાને નિજમંદિરમાં જવા માટે… એની સાથેજ ભારતના રાજકારણમાં બેચેની વ્યાપી રહી છે…
આવીજ બેચેની 2019ના સુપ્રિમકોર્ટના નિર્ણય પહેલા વ્યાપેલી…
9મી નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતનો અંતિમ નિર્ણય રામમંદિરના તરફેણમાં આવ્યો. સુપ્રીમકોર્ટ ના આદેશ મુજબ સરકાર દ્વારા એક ટ્રસ્ટ બનાવીને રામજન્મભૂમિની જમીન એ ટ્રસ્ટને સોંપવા કહ્યું… અને 5મી ફેબ્રુઆરી 2020ના સરકાર દ્વારા “શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર” નામના ટ્રસ્ટની સ્થાપના કરીને અયોધ્યાની 67 એકર જમીન ટ્રસ્ટને સોંપવામાં આવી…
◆ 5મી ઓગસ્ટ 2020માં ભારતના પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ વખતે શ્રી. રામજન્મભૂમિ ના મુખ્ય સંત રામગોપાલાચાર્ય, RSS ના સંઘ ચાલક ડૉ. મોહન ભાગવત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીજી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા… રામલાલાના ભવ્ય મંદિર માટે “શ્રી.રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા 2021માં મકરસંક્રાંતિ ના દિવસથી 44 દિવસ સુધી નિધિ જમા કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવેલો એ દરમ્યાન 2100 કરોડ રૂપિયા જમા થયેલા…
◆ રામજન્મભૂમિ જમીનનો વિવાદ કોઈ બે પક્ષ પૂરતો સીમિત ન હતો… આઝાદી પછી આને વૉટબેંક ના રાજકારણ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલો… એથીજ કદાચ દેશની બહુસંખ્ય જનતાને આંદોલનનો માર્ગ અપનાવવો પડેલો… “દેશ આઝાદ થયા પછી… સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલો એ વખતે પણ પં જવાહરલાલ નહેરુ એ વિરોધ કરેલો,” છતાંપણ સરદાર સોમનાથ મંદિર બનાવવા માટે મક્કમ રહ્યા… અને મંદિરનું નિર્માણ કોઈપણ જાતના સંઘર્ષ વિના પરસ્પર સમજૂતીથી પૂર્ણ થયું. ત્યારના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પણ પં.નહેરુની વાતને અવગણીને મંદિરની પૂજામાં ગયેલા…
◆ રામલાલાના મંદિર નિર્માણ માટે હવે ‘સરદાર’ ન હતા… રામમંદિરનું નિર્માણ ન થાય એની માટે પાછલી અનેક સરકારોએ અને વિવિધ પક્ષના આગેવાનોએ અનેક પ્રકારના અડિંગા લગાવેલા…હાં એકવાત માનવી પડશે કે “રામમંદિરના તાળાને એ વખતાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ ખોલાવેલા.” પણ “ભગવાન રામ એક કાલ્પનિક પાત્ર છે. રામસેતુ જેવું કાંઈ નથી, એ તો કુદરતી પુલ છે.” કહીને ભાગવાનના અસ્તિત્વ નકારવાનું મહાપાપ રાજીવ ગાંધી પછીની અનેક કોંગ્રેસ સરકારો દ્વારા કરવામાં આવેલું… એ મુજબની દલીલો પણ કપિલ સિબ્બલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી…
આજે પણ સ્થિતિમાં કોઈ ફેર નથી પડ્યો, પરિણામે અલ્પસંખ્યકોના વૉટ મેળવવાની લાહ્યમાં બહુસંખ્યક સમાજ પણ કોંગ્રેસથી વિમુખ થવા માંડ્યો…
◆ 27 ફેબ્રુઆરી 2002ના દિવસે કારસેવકો થી ભરેલી સાબરમતી ટ્રેન પર ગોધરાના ‘સિગ્નલ ફળિયાદ પાસે હુંમલો થયો, અને ગોધરાકાંડ થયું… આજના પ્રધાનમંત્રી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા… 7મી ઓક્ટોબર 2001ના દિવસે તેઓ મુખ્યમંત્રી બનેલા…એમને સત્તામાં આવીને માંડ થોડા મહિના થયેલા… તેઓએ ત્વરિત રીતે કારવાઈ પણ કરેલી એ દરમ્યાન “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાયી એ એમને રાજધર્મ નિભાવવાની હિદાયત આપેલી”…
◆ એક રીતે એ સારી વાત હતી… કારણકે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછી ત્યારના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ ઓન રેકોર્ડ કહેલું કે..”જબ કોઈ બડા પેડ ગિરતા હૈ તો ધરતી હિલને લગતી હૈ”
ગુજરાતના મુખ્યમંત્રીએ ત્યારબાદ SITનો પણ સામનો કરેલો જેમાં તેઓ નિર્દોષ સાબિત થયેલા…
◆ જે દેશના સંવિધાનમાં fundamental right (મૂળભૂત અધિકાર) ના ચેપ્ટરમાં રામ દરબારનું ચિત્ર છે. એ દેશમાં ભગવાન શ્રીરામના અસ્તિત્વને નકારવાનું પરિણામએ આવ્યું કે દેશમાં લગભગ 50 કરતા વધારે વર્ષથી શાસન કરતા પક્ષને આજે પોતાના અસ્તિત્વની લડાઈ લડવી પડે છે…કદાચ એથી જ હવે આ લોકો પોતાના રાજ્યમાં 31 વર્ષ પહેલાં થયેલા રામમંદિર આંદોલનને લાગતા રેકોર્ડ ફંફોળી રહ્યા છે. જેનું તાજું ઉદાહરણ કર્ણાટકમાં “શ્રીકાંત પૂજારી” નામના કારસેવકની થયેલી ધરપકડ…
◆ આજે પણ અનેક પક્ષો અને વિકૃત માનસ વાળા લોકો ભગવાન વિશે અનાપ સનાપ નિવેદનો આપીને દેશની બહુસંખ્યક જનતાનો વિરોધ કરી રહી છે. આ લોકોના આવા વર્તનને લીધેજ બહુસંખ્યક સમાજ હવે એકજુટ બની રહ્યો છે. આ લોકોએ એક વાત સમજવી જોઇયે કે તમે જેટલું અપમાન કરશો એટલું નુકશાન તમારૂ થશે..”
जाकी रही भावना जैसी,
प्रभु मूरत देखी तिन तैसी:
અર્થાથ.. જેવી જેની ભાવના હોય, પ્રભુ એમને એજ રૂપમાં દેખાશે…
વધુ આવતા અંકે, ત્યાં સુધી જયશ્રી રામ…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599