પાકિસ્તાનને પાઠ ભણાવનાર ભારતના ગૌરવ રણછોડદાસ પગીના ઇતિહાસને પાઠ્યક્રમમાં સ્થાન "વિલંબ છતાં યોગ્ય નિર્ણય"
તા.૨/૦૫/૨૦૨૩ : ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ એવા બનાસકાંઠાના રણછોડદાસ રબારી (પગી)ના ઇતિહાસને નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ સાતમાં પાઠ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. બહુ મોડો પણ યોગ્ય નિર્ણય છે. રણછોડદાસ રબારી જેમને પગી તરીકે જ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. પરંપરાગત વ્યવસાય કરતા તે સમયે તેમનામાં પગલાં પારખવાની કળા […]