નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું ભરવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા એ વાત વાંચી અને સાંભળી હતી પણ દુનિયાએ આજે જોયું કે એક અનાથ દીકરીનું મામેરું ભરવા આખું ગામ આવ્યું
સંકલન : રણજીત ચૌધરી – માવસરી રાજસ્થાનના નેઠરાણા ગામના જોગારામ બેનીવાલની દીકરી મીરાના લગ્ન હરિયાણાના બાગડ ગામના મહાવીર સાથે થયા હતા. મીરા અને મહાવીરને ભગવાને મીનુ અને સોનુ નામની બે દીકરીઓ આપી પરંતુ પ્રભુએ જાણે કે મીરાની કસોટી કરવી હોય એમ એના પતિ અને સસરા બંનેનું અવસાન થયું. મીરાએ એકલા હાથે પોતાની બંને દીકરીઓને મોટી […]