જૂનું ગોદડું તમારા લકઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ગડીવાળીને રાખી મૂકી રાખજો. જેમાં તમારી માતાએ તમારા જ સ્વજનોનો જૂનાં કપડાં કાપી, ગોઠવીને તમારી પતંગની દોરની રઝળતી લચ્છીનાં દોરા વડે, કામગરા હાથથી એનાં ટેભાં લીધાં હશે.
એ પાલવ,જે તમારાં ઈષ્ટ માટે ઈષ્ટદેવ સામે પથરાયો હશે….. એ પાલવ ,જેની નીચે સંતાડીને માતાએ તમને અમૃત પાયું હશે.ને પછી દુધિયાંહોઠ લૂછી આપ્યાં હશે. ….. એ પાલવ,જેનાં છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે અને જેની નીચે તમને પિતાના રોષથી બચવા શરણું મળ્યુ હશે….. એ પાલવ,તમે પડી આખડીને આવ્યાં હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત […]