મુંબઈનાં મોટાં ભાગનો વર્ગ પહેલાં દક્ષિણ મુંબઈમાં જ રહેતો, પહેલાં પરામાં કોઈ રહેતું નહોતું, બધાં જ C Wardમાં રહેતાં એટલે લોકોમાં ત્યાંની અનેક યાદો જોડાયેલી હતી, તો ચાલો મિત્રો એ યાદોને તાજી કરીને મજા માણીએ.
શીર્ષકમજા જ અનેરી હતી…. એ કીશનના વડાપાવ ને શાંતિયાની પેટીશ,એ સરદારની ભાજીપાવ ને સાથે તીખી તમતમતી ચટણીનીમજા જ અનેરી હતી. એ વિઠ્ઠલની ભેળપુરી ને પાંદડામાં પીરસાતી પાણીપુરી,એ ખાઉધરા ગલીનાં મટકાં આઈસક્રીમ સાથે ભુલેશ્વરમા ફરવાની,મજા જ અનેરી હતી. એ મોહનના પુડલાં નેગુલાબીરંગનાં બરફના ગોળા તખમરીયાવાળાં,એ ખારાકૂવાની પાપડી ને મુંમ્બાદેવીની ગરમાગરમ કે કેસરવાળી જલેબીનાં ગુંચળાંની,મજા જ અનેરી […]
