કોરોનાના નવા સ્ટ્રેઈનના કેસો વધવા લાગતાં લોકડાઉનની પરિસ્થિતિ લાંબો સમય ચાલવાની અટકળો વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૫.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૯૦૨.૬૪ સામે ૪૯૯૭૧.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૪૯૬.૭૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૨.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૭.૭૮ પોઈન્ટના ઘટાડા સાથે […]