ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૬.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૯૩૭.૪૪ સામે ૫૨૦૬૭.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૮૦૮.૮૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૯.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨.૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૯૩૪.૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૫૮૩.૨૦ સામે ૧૫૬૧૨.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૫૪૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૩.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૬૨૩.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાં અનેકને અસર બાદ આ લહેર ધીમી પડીને હવે કેસો ઘટવા લાગતાં એક તરફ વિવિધ રાજયોમાં અનલોકની તૈયારી થવા લાગતાં અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજના પગલાં લેવાની શરૂઆત સાથે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મળનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગની અપેક્ષા અને ભારતનો રાજકોષીય ખાધનો અંદાજ આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિના ૯.૫%ના સુધારીત અંદાજ સામે ઘટીને ૯.૩% આવતાં આજે ફંડોએ શેરોમાં તેજી કરીને શરૂઆતી તબક્કામાં નિફટી બેઝડ તેજીના નવા વિક્રમો સર્જયા હતા. જોકે ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ કોરોના મહામારીમાંથી અર્થતંત્રને ઉગારવા વર્ષ ૨૦૨૨નું અંદાજીત ૬ લાખ કરોડ ડોલરનું બજેટ જાહેર કરશે તેવા અહેવાલને પગલે આગામી સમયમાં ભારતીય બજારોમાં વિદેશી રોકાણ ઠલવાઈ શકે તેવા આશાવાદે ભારતીય ઈક્વિટી માર્કેટમાં તેજી છવાઈ છે. એક તરફ ભારતીય અર્થતંત્રમાં મંદી અને બીજી તરફ શેરબજારમાં લાગલગાટ તેજીનો દોર જોવા મળી રહ્યો છે. કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો અને રૂપિયાની મજબૂતી પાછળ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ફ્યુચરની આગેકૂચ રહેતા સતત બીજા દિવસે લાઈફ ટાઈમ હાઈની ટોચે બંધ રહી હતી. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૨ અને વધનારની સંખ્યા ૧૩૨૩ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આવતી કાલે એમપીસીની બેઠક ૨ થી ૪ જુન દરમિયાન યોજાનાર છે. કોવિડની બીજી લહેરને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની નાણાં નીતિની મળી રહેલી સમીક્ષા બેઠકમાં આરબીઆઈ તેનું એકોમોડેટિવ સ્ટાન્સ જાળવી રાખે તેવી શકયતા છે. એક તરફ કોમોડિટીઝના ઊંચા ભાવ તથા બીજી બાજુ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખતા આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરબદલ નહીં કરે તેવી ધારણાં છે. એપ્રિલ તથા મેની બેઠકમાં એમપીસીએ વિકાસને વેગ આપવા રેપો રેટ જાળવી રાખ્યો હતો.   

વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહીને ધ્યાનમાં રાખતા ખાધાખોરાકીનો ફુગાવો નિયંત્રણ હેઠળ રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. દેશનો રિટેલ ફુગાવો જે માર્ચમાં ૫.૫૨% હતો તે એપ્રિલમાં ઘટી ૪.૨૯% રહ્યો હતો. વર્તમાન નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ જે ૧૦.૫૦% રખાયો છે તેમાં રિઝર્વ બેન્ક કદાચ સાધારણ ઘટાડો કરે તેવી શકયતા નકારાતી નથી એમ બાર્કલેસ દ્વારા જણાવાયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષ માટે પોતાના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ બેન્કે દેશના અર્થતંત્ર માટે સારી સ્થિતિ દર્શાવી હતી પરંતુ ત્યારબાદ એપ્રિલ તથા મેમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ વણસી ગઈ હોવાનું ધ્યાનમાં રાખતા દેશના અર્થતંત્ર અંગે એમપીસીનું નિરીક્ષણ કેવું રહે છે તે જોવાનું રહેશે.

તા.૦૨.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૧.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૬૨૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૫૭૭ પોઈન્ટ થી ૧૫૫૦૫ પોઈન્ટ ૧૫૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૭૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૧.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૪૭૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૨૭૨ પોઈન્ટ થી ૩૫૦૦૮ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૮૦૬ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૩૩ ) :- રૂ.૧૦૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૦૮ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૦૦ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૭ થી રૂ.૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૭૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૫૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૩ થી રૂ.૬૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૭૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૩૧૩ ) :- રૂ.૧૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૨૧૪ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૨૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૮૭ થી રૂ.૭૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૧૪ ) :- ૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૯૬ થી રૂ.૫૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!