રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે લાંબા સમયથી અવિરત વિક્રમી તેજી કરનારા ફોરેન ફંડોએ ભારતમાં ફરી કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ઓલ રાઉન્ડ તેજીનો વેપાર હળવો કરવા લાગતા ભારે અફડા તફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કેન્દ્રિય બજેટ બાદ અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત ખરીદી કર્યા બાદ મહારાષ્ટ્ર, કેરળ, છતિસગઢ, પંજાબ સહિતના રાજયોમાં કોરોનાના કેસો વધવા લાગતાં અને કોરોનાના કેસોમાં વધારો થવાની બતાવાતી શકયતા વચ્ચે ફરી દેશમાં અનેક રાજયોમાં લોકડાઉનની ફરજ પડવાના સંકેતોએ આર્થિક ગતિવિધીને મોટો ફટકો પડવાના અહેવાલ વચ્ચે દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અહેવાલોની નેગેટિવ અસર જોવા મળી હતી.
વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે કૃષિ બિલના મામલે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે એવામાં દેશના અનેક રાજયોમાં પરિસ્થિતિ વિકટ થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે ઊંચા વેલ્યૂએશન્સે ફંડોએ ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
કેન્દ્રિય બજેટમાં નાણાંમંત્રીએ ૨૦૨૨ના નાણાં વર્ષ માટે ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ વધારીને રૂ.૧.૭૫ લાખ કરોડ રજૂ કર્યો હતો. બજેટમાં રજૂ થયેલ આ દરખાસ્તને પગલે છેલ્લા એક માસ દરમિયાન સરકાર હસ્તકની કંપનીઓ એટલે કે પીએસયુ શેરોમાં ધૂમ લેવાલી નીકળતા તેમાં અંદાજીત ૨૩% થી ૧૪૫% સુધીનો ઊછાળો નોંધાયો છે. ગત ફેબ્રુઆરી માસમાં રજૂ થયેલાં બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ પર ભાર મુકાતા એક માસમાં પીએસયુ કંપનીના શેરોમાં અંદાજીત ૧૪૫% સુધીના ઊછાળા નોંધાવાની સાથોસાથ બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ પણ ૧૬ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
દેશનું અર્થતંત્ર કોરોનાની અસરમાંથી બહાર નીકળી રહ્યું છે, ત્યારે વેપાર વાતાવરણમાં સુધારો તથા બજેટમાં સાનુકૂળ જોગવાઈઓને કારણે રોકાણકારો માટે નાણાંકીય ક્ષેત્રના સ્ટોકસ આકર્ષક બની ગયા છે. વર્તમાન નાણાંવર્ષના ફેબ્રુઆરી માસમાં દેશની ઈક્વિટીઝમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આવેલા ઈન્ફલોઝમાંથી ૫૦% કરતા વધુ રોકાણ બેન્કિંગ સ્ટોકસમાં રહ્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા બેન્ક તથા નાણાં સંસ્થાઓના સ્ટોકસમાં જંગી લેવાલી રહી છે.
ફેબ્રુઆરી માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં અંદાજીત કુલ ૩.૫૬ અબજ ડોલરનું રોકાણ કર્યું છે જેમાંથી ૧.૯૬ અબજ ડોલર અથવા તો ૫૫% બેન્કિંગ તથા નાણાંકીય ક્ષેત્રના સ્ટોકસમાં આવ્યું છે. ગત વર્ષના ઓકટોબર માસથી બેન્કિંગ સ્ટોકસમાં એફઆઈઆઈનો નેટ ઈન્ફલોઝ જોવા મળી રહ્યો છે. જો કે જાન્યુઆરી માસમાં નેટ આઉટફલોઝ રહ્યો હતો. ગત જાન્યુઆરી માસમાં વિદેશી રોકાણકારોની આ ક્ષેત્રમાં એસેટ ૩૩.૮% હતી જે ફેબ્રુઆરી માસમાં વધીને ૩૪.૮% થઈ હતી. બેન્કિંગ શેરો બાદ એફઆઈઆઈનું બીજા ક્રમનું મોટું રોકાણ ઓઈલ અને ગેસ ક્ષેત્રના શેરોમાં થઈ રહ્યું હોવા જોવા મળી રહ્યું છે.
બજારની ભાવી દિશા….
સરકાર દ્વારા નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સતત બે ત્રિમાસિક ગાળામાં નેગેટિવ રહ્યા બાદ દેશનો આર્થિક વિકાસ દર વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહ્યો છે. દેશની આર્થિક પ્રવૃત્તિ ગતિ પકડી રહી છે, પરંતુ કોરોનાવાઈરસના કેસોમાં ફરીથી વધવાને કારણે આઉટલુક અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે. જો કે રિકવરીમાં આવી રહેલી મજબૂતાઈ તથા તેના વ્યાપમાં વધારાને કારણે આશા ટકી રહી છે. એકંદર માગના દરેક પરિબળો ગતિમાન થયા છે માત્ર ખાનગી ઈન્વેસ્ટમેન્ટની હજુ ગેરહાજરી જોવા મળી રહી છે.
વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર પોઝિટિવ રહેતા તે એક આશાસ્પદ સંકેત છે કારણ કે કોરોનાને પરિણામે સર્જાયેલો મંદીનો તબક્કો પૂરો થયાનું આના પરથી સમજી શકાય છે. પેટ્રો પ્રોડકટસ પર ઊંચી એકસાઈઝ ડયૂટી ચિંતાનો વિષય છે પરંતુ આવકના અન્ય સ્રોતોમાં વધારો દબાણને હળવું કરી શકે છે. આને કારણે પેટ્રોલ, ડિઝલ તથા રાંધણ ગેસના ભાવ નીચે આવી શકે છે, જેનાથી ફુગાવામાં ઘટાડો જોવા મળી શકશે.
મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસતિને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે. ગત સપ્તાહે પણ ફંડો-દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.
કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૯૮૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૦૮૮ પોઇન્ટથી ૧૫૧૭૩ પોઇન્ટ, ૧૫૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૨૦૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૩૮૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૬૦૦૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઇન્ટથી ૩૪૮૦૮ પોઇન્ટ, ૩૪૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) મંગલમ સિમેન્ટ ( ૨૯૪ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૭ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૨૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) પેટ્રોનેટ એલએનજી ( ૨૫૫ ) :- રૂ.૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૨૨૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૬૮ થી રૂ.૨૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) એપેક્સ ફ્રોઝન ( ૨૫૨ ) :- પેકેજ્ડ ફુડ્ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૭ થી રૂ.૨૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૨૭ ) :- રૂ.૨૧૩ નો પ્રથમ તેમજ રૂ.૨૦૨ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ / પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) એલ્જી ઇક્વિપમેન્ટ ( ૧૮૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૨ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૭ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) ડેલ્ટા કોર્પ ( ૧૭૭ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૮ થી રૂ.૧૯૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) ગેઈલ લિમિટેડ ( ૧૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ યુટીલીટી: નોન-ઇલેક્ટ્રિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩ આસપાસ રોકાણકારે રૂ.૧૬૨ થી રૂ.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૨૭ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) HDFC લિમિટેડ ( ૨૫૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૫૯૦ થી રૂ.૨૬૦૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) કોટક બેન્ક ( ૧૯૧૩ ) :- આ સ્ટોક રૂ.૧૮૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૮૬૬ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૯૪૭ થી રૂ.૧૯૬૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) બાટા ઇન્ડિયા ( ૧૫૩૫ ) :- ૧૧૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૫૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) HDFC બેન્ક ( ૧૫૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૬૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૦૭ થી રૂ.૧૪૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૪૮૬ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) એક્સિસ બેન્ક ( ૭૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૬૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૮૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) બોદાલ કેમિકલ ( ૯૦ ) :- સ્પેશિયાલટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) અરવિંદ લિમિટેડ ( ૮૦ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્ષટાઈલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) અદાણી પાવર ( ૭૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇલેક્ટ્રિક યુટીલીટી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૨ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) ડેન નેટવર્ક ( ૬૦ ) :- રૂ.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૬ થી રૂ.૭૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૨ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!