ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ સાથે ૨૭૨ પોઈન્ટનો સુધારો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૫.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૬૭૭.૫૫ સામે ૪૮૮૭૭.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૬૧૪.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૭.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૨.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૯૪૯.૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૭૯.૧૦ સામે ૧૪૭૧૭.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૫૭.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૧.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૮૦.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણ નવા સ્વરૂપમાં દેશભરમાં ફેલાઈ રહ્યો હોવાના આવી રહેલા ચિંતાજનક આંકડા અને આ નવા સ્વરૂપમાં કોરોનાની સાથે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા હોઈ દેશભરમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઈ રહ્યો હોઈ દેશમાં વ્યાપક લોકડાઉનની સ્થિતિ સર્જાતાં અર્થતંત્ર માટે મોટા જોખમ છતાં આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે મેટલ અને ઓટો શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. 

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસો મોટાપાયે વધવા લાગતાં ચિંતામાં આવી ગયેલી કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા ખાસ વિવિધ રાજ્યોમાં ફરી લોકડાઉન થવા લાગતાં અને અંકુશના આકરાં પગલાંના સંકેત વચ્ચે દેશના અર્થતંત્ર પર માઠી અસરના એંધાણ વચ્ચે આજે નીચા મથાળેથી નવી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. સરકાર દ્વારા કોરોના મહામારીના અંત માટે વેક્સિનેશન પ્રોગ્રામને વધુ વેગ આપતા તેની પોઝિટિવ અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. કોરોના વેક્સિનેશનના તબક્કામાં આગામી દિવસોમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ વધુ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓટો, આઇટી અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૭ અને વધનારની સંખ્યા ૧૬૫૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખી એપ્રિલ માસમાં વિવિધ રાજ્યો દ્વારા લેવાયેલા નિયમનકારી પગલાંને પરિણામે દેશના સેવા ક્ષેત્રનો વિકાસ દર મંદ પડી ૩ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. પ્રવાસ પ્રતિબંધને કારણે એપ્રિલ માસમાં વિદેશ વેપાર નરમ રહેતા જાન્યુઆરી બાદ એપ્રિલમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ નીચો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રનો નિક્કી-આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ\’ ઈન્ડેકસ જે માર્ચ માસમાં ૫૪.૬૦ રહ્યો હતો તે એપ્રિલ માસમાં સાધારણ ઘટી ૫૪ રહ્યો છે. દેશના અંદાજીત ૧૧ રાજ્યો તથા પ્રદેશોમાં નિયમનકારી પગલાં લેવાયા છે, પરંતુ ગંભીર આર્થિક અસરની  ચિંતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરવાનું ટાળી રહી છે.

ચાલુ સપ્તાહે બજારમાં જોવાયેલી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવો તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૭.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૬.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૭૩૭ પોઈન્ટ થી ૧૪૭૦૭ પોઈન્ટ ૧૪૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૬.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૦૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૨૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૨૭૨ પોઈન્ટ થી ૩૩૪૦૪ પોઈન્ટ, ૩૩૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૧૫ ) :- સ્પેશિયાલીટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૧૧ ) :- રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૩ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૮૬ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૨૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૩૩ થી રૂ.૭૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૭૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૬૩ ) :- રૂ.૧૩૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૬ થી રૂ.૯૫૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૬૭૭ ) :- ૬૯૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૬૦ થી રૂ.૬૪૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!