રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૫.૨૦૨૩ ના રોજ…
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૦૫૪.૨૯ સામે ૬૧૧૬૬.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૧૬૬.૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮૮.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૯.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૭૬૪.૨૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૨૯.૭૦ સામે ૧૮૧૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૪૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૦.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૧૦.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે સાર્વત્રિક લેવાલીના પરિણામે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. દલાલ સ્ટ્રીટમાં એફઆઈઆઈની ફરી લેવાલી, ક્રૂડના ભાવમાં ઘટાડા, સ્થાનિક કંપનીઓના સારા નાણાકીય પરિણામો જેવા પોઝિટિવ પરિબળોને પગલે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે ઓટો, રિયલ્ટી, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને કંઝ્યુમર ડ્રિસ્કિશનરી શેરોમાં લેવાલીએ બીએસઈ સેન્સેક્સ ૭૦૯ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૮૦ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૫.૦૮% ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, એચસીએલ ટેકનો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક, મારુતિ, કોટક બેન્ક અને એસબીઆઈનો સમાવેશ થાય છે, જયારે આજે સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૦.૮૭%નો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૨ લાખ કરોડ વધીને રૂ.૨૭૬.૧૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૫ અને વધનારની સંખ્યા ૨૦૭૩ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના સતત પ્રવાહને કારણે શેરના ભાવમાં થયેલા વધારા વચ્ચે એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીના ચોખ્ખા વેચાણકર્તા બન્યા હતા. ઊપલબ્ઘ ડેટા મુજબ એપ્રિલ માસમાં મ્યુચ્યુઅલ ફંડ્સે અંદાજીત રૂ.૫,૧૦૦ કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જે ફેબ્રુઆરી ૨૦૨૧ પછીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લા બે વર્ષમાં આ બીજો મહિનો છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માસિક ધોરણે નેટ સેલર બન્યા છે. એપ્રિલ પહેલાં, મ્યુચ્યુઅલ ફંડ્સ ઇક્વિટી ખરીદતા હતા અને જાન્યુઆરી – માર્ચ ૨૦૨૩માં, તેઓએ ચોખ્ખા રૂ.૫૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. આ આંકડો ઓક્ટોબર – ડિસેમ્બર ૨૦૨૨ કરતા બમણો છે. સતત ખરીદીને કારણે માર્ચમાં કેટલાક ફંડ હાઉસ પાસે રોકડનું સ્તર ઘટયું હતું.
મ્યુચ્યુઅલ ફંડ્સ એવા સમયે વેચાણ કર્યું છે જ્યારે વિદેશી રોકાણકારો મોટા ભાગના કેલેન્ડર વર્ષ ૨૦૨૨ માટે નેટ સેલર બન્યા પછી તેમના વલણમાં ફેરફાર સૂચવે છે. તેઓએ એપ્રિલમાં સતત બીજા મહિને અંદાજીત રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું કારણ કે વિકસીત વિશ્વમાં નિયમનકારોએ બેન્કિંગ કટોકટીને કાબૂમાં લીધા હોવાથી જોખમની ભાવના સુધરી હતી. વિદેશી રોકાણકારોના મજબૂત નાણાપ્રવાહે એપ્રિલ માસમાં ભારતને ચાવીરૂપ વૈશ્વિક બજારોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બનવામાં મદદ કરી હતી. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા ૦૯.૦૫.૨૦૨૩ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૮.૦૫.૨૦૨૩ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૩૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૮૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૮૨૮૮ પોઈન્ટ થી ૧૮૨૦૨ પોઈન્ટ, ૧૮૧૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૧૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૮.૦૫.૨૦૨૩ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૩૩૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૩૦૦૯ પોઈન્ટ પ્રથમ અને ૪૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૩૪૦૪ પોઈન્ટ થી ૪૩૪૭૪ પોઈન્ટ, ૪૩૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૭૮ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૯૪ થી રૂ.૨૫૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
અદાણી એન્ટરપ્રાઈઝીસ ( ૧૯૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૩૩ થી રૂ. ૧૯૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૯૪૩ ) :- રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૫૪ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
સિપ્લા લિ. ( ૯૩૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
સન ટીવી ( ૪૩૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટીવી બ્રોડકાસ્ટિંગ એન્ડ સોફ્ટવેર પ્રોડકશન સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૫૪ થી રૂ.૪૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૧૨૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર કાર એન્ડ યુટિલિટી વ્હીકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૨૪ થી રૂ.૧૨૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈન્ડસઈન્ડ બેન્ક ( ૧૧૩૬ ) :- રૂ.૧૧૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
એક્સિસ બેન્ક ( ૮૮૩ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૯૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૭૪ થી રૂ.૮૬૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૭૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૫૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
આઈટીસી લિ. ( ૪૩૨ ) :- રૂ.૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૧૭ થી રૂ.૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
The securities quoted are for illustration only and are not recommendatory.
Investment in securities market are subject to market risks.
Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.