રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૪૩૩.૪૫ સામે ૬૦૨૯૫.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૯૬૭.૪૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૩૫૨.૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૭૦.૪૦ સામે ૧૭૯૮૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૨૫.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૦.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૧૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને ફંડો, મહારથીઓએ વિરામ આપીને સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝન પૂરી થવામાં છે ત્યારે ફંડોએ આજે કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ પાછળ શેરોમાં તેજી કર્યા સાથે શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. મેટલ અને રિયલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અંતે સેન્સેક્સ અને નિફટી નેગેટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતીને પગલે ઓઈલ-ગેસ શેરોમાં પણ તેજી રહી હતી. વૈશ્વિક બજારોમાં પણ આજે એકંદર સાંકડી વધઘટ રહી હતી.વિવિધ પ્રતિકળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ આજે ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, ઓટો, ઓઇલ & ગેસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૨ અને વધનારની સંખ્યા ૧૭૦૯ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન અંદાજીત રૂ.૪૦,૦૦૦ કરોડનો ઈન્ફલો જોવા મળ્યો હતો. ન્યુ ફંડ ઓફરિંગમાં મજબૂત પ્રવાહ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP)માં સ્થિરતા વચ્ચે આ ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી ફંડ્સને નોંધપાત્ર રોકાણ મળ્યું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના (એમ્ફી) આંકડા અનુસાર સપ્ટેમ્બરના અંતમાં ઇક્વિટી મ્યુ. ફંડની એસેટ અન્ડર મેનેજમેન્ટ એટલે કે એયુએમ વધીને રૂ.૧૨.૮ લાખ કરોડ થઈ હતી, જે જૂનના અંતે રૂ.૧૧.૧ લાખ કરોડ હતી. આંકડા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી ફંડ્સમાં રૂ.૩૯,૯૨૭ કરોડનું રોકાણ આવ્યું હતું. જૂન ક્વાર્ટરમાં આ આંકડો રૂ.૧૯,૫૦૮ કરોડ હતો. ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં માર્ચ મહિનાથી રોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એસઆઈપી રૂટ દ્વારા રોકાણ વધીને રૂ.૨૯,૮૮૩ કરોડ થયું હતું જે એપ્રિલ-જૂનમાં રૂ.૨૬,૫૭૧ કરોડ હતું. વધુમાં એસઆઈપીમાં મન્થલી ઈન્વેસ્ટમેન્ટ એપ્રિલના રૂ.૮,૫૯૬ કરોડથી વધીને સપ્ટેમ્બરમાં રૂ. ૧૦,૩૫૧ કરોડ થયું છે. ઇક્વિટી ફંડ્સની શ્રેણીઓમાં ફ્લેક્સી-કેપ સેગમેન્ટમાં સૌથી વધુ રૂ. ૧૮,૨૫૮ કરોડનો નેટ ઈન્ફલો આ ત્રિમાસિકગાળામાં જોવા મળ્યો છે. આ પછી સેક્ટરલ ફંડ્સમાં રૂ.૧૦,૨૩૨ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મલ્ટી-કેપ અને મિડ-કેપ ફંડ્સમાં અનુક્રમે રૂ. ૩,૭૧૬ કરોડ અને રૂ. ૩,૦૦૦ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ હતો. આગામી ફોરેન તથા સ્થાનિક ફંડોના રોકાણ પ્રવાહ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૧૧.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૦.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૦૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૯૭૦ પોઈન્ટના પ્રથમ અને ૧૭૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૮૦૪૮ પોઈન્ટ થી ૧૮૦૮૮ પોઈન્ટ ૧૮૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૦.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૯૧૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૯૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૦૦૯ પોઈન્ટ થી ૩૮૯૩૦ પોઈન્ટ, ૩૮૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૬૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટાટા સ્ટીલ ( ૧૩૦૨ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૮૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૧૭ થી રૂ.૧૩૨૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૫૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૯૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- મહાનગર ગેસ ( ૧૦૧૯ ) :- રૂ.૧૦૦૨ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ ના બીજા સપોર્ટથી ઓઇલ માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૧૮ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અમરરાજા બેટરી ( ૭૦૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- HCL ટેકનોલોજી ( ૧૧૭૨ ) :- રૂ.૧૧૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૨ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૫૫ થી રૂ.૧૧૪૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- બર્જર પેઈન્ટ ( ૭૭૯ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૬૦ થી રૂ.૭૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- સન ટીવી ( ૫૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૬૦ થી રૂ.૫૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એલઆઈસી હાઉંસિંગ ફાઈનાન્સ ( ૪૪૦ ) :- રૂ. ૪૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૨૭ થી રૂ.૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!