ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૩૦૫.૯૫ સામે ૬૧૮૧૭.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૬૨૪.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૮.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૯.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૭૬૫.૫૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૫૫.૦૦ સામે ૧૮૪૫૬.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૪૩૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૨.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૮૭.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઐતિહાસિક મજબૂતીએ થઈ હતી. ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં ૨૮% અને નિફ્ટીમાં ૩૧% વધારે તેજી આવી છે. મિડ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ અનુક્રમે ૫૦% અને ૬૫% થી વધારે ઉછળ્યા છે. વિક્રમી તેજીની આ સફર નિરંતર ચાલુ રાખીને લોકલ ફંડો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ રોકાણનો પ્રવાહ ભારતીય શેર બજારોમાં ફરી વહેતો કરીને અનેક શેરોના ભાવો અસાધારણ ઊંચાઈ લાવી દીધા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે યુએસ ફેડરલ રિઝર્વ સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ ધિરાણનીતિ સરળ રાખી હતી. તેનાથી ઉભરતા અર્થતંત્રોના શેરબજારોને વધારે ફાયદો થયો છે. તેથી બીએસઇ સેન્સેક્સે ૬૧૯૬૩ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૫૪૩ પોઈન્ટની મહત્વની સપાટી કુદવી હતી.

કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન અર્થતંત્રમાં ૭.૩% નો ઘટાડો થયો છે, પરંતુ હવે તેમાં ઝડપી સુધારો થઇ રહ્યો છે. દેશમાં હાલ મહામારીનું સંકટ અકંદરે કાબુમાં આવી જતા સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયામાં મહત્તમ છૂટકારો અપાતા વિવિધ બજારોમાં પણ દોઢેક વર્ષ બાદ નવો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહામારી બાદ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધતા લોકોની આવકના મોરચે ઉદ્ભવેલી પ્રતિક્રિયાઓ પણ હળવી બની છે. તાજેતરમાં ગ્રાહકોની ખરીદશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે. તેથી ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, હેલ્થકેર અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૬ અને વધનારની સંખ્યા ૧૮૩૦ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો છે, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે.

ઉપરાંત કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝનમાં સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામો અપેક્ષાથી સાધારણ આવતાં શેરોમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવાઈ મળી શકે છે. જે સાથે મોંઘવારીનો આંક વધી રહ્યાના અને પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના વધતાં ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં મજબૂતીનું પરિબળ મહત્વનું રહેશે. આ જોખમી પરિબળો વચ્ચે હજુ આગામી  સપ્તાહમાં પણ  સેન્સેક્સ, નિફટી બેઝડ કરેકશનની શકયતા સાથે બે-તરફી તોફાની વધઘટ જોવાતી રહે એવી શકયતા છે.

તા.૧૯.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૮.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૪૮૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૫૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૮૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૪૦૪ પોઈન્ટ થી ૧૮૩૭૩ પોઈન્ટ ૧૮૩૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૯૭૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૦૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૪૦૧૪૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૬૭૬ પોઈન્ટ થી ૩૯૪૭૪ પોઈન્ટ, ૩૯૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૧૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૭૧૭ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૩૩ થી રૂ.૨૭૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લાર્સન & ટુબ્રો ( ૧૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૫૫૬ ) :- રૂ.૧૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૧૭ ના બીજા સપોર્ટથી કમર્શિયલ વિહિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૧૪ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૮૧૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૯૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૫૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૪૧૩ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૨૨૦ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૮ થી રૂ.૮૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૮૧૭ ) :- ૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!