ભારતીય શેરબજારમાં ફંડોની અવિરત લેવાલી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૫.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૧૯૩.૩૩ સામે ૫૦૦૮૮.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૮૩૧.૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૭.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૦.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૯૦૨.૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૪૪.૮૫ સામે ૧૫૦૮૧.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૦૩૫.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૦૪૮.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણની અત્યંત ઘાતક પૂરવાર થઈ રહેલી બીજી લહેરમાં સંક્રમણ ધીમું પડયાના આશ્વાસન છતાં હજુ જોખમ યથાવત હોવાથી અને કોરોનાની સાથે અન્ય બીમારીનું જોખમ વધી રહ્યું હોઈ હેલ્થકેર ક્ષેત્રે એક તરફ વિદેશી મદદ અનિવાર્ય બની જતાં અને આર્થિક મોરચે દેશની હાલત કફોડી થવાના સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે ફંડોએ સપ્તાહના ત્રીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર પરિણામો સારા આવી રહ્યા છતાં જૂન ૨૦૨૧ના પરિણામોની નબળી અપેક્ષાએ પણ ફંડોએ આજે સાવચેતીમાં તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજારમાં સળંગ ત્રણ દિવસની તેજીને બ્રેક લાગી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં નરમાઈ જોવાઈ હતી.

દેશમાં ઐતિહાસિક સર્જાયેલી કોરોના સંક્રમણને લઈ કટોકટીની પરિસ્થિતિમાં સંપૂર્ણ તંત્ર પડી ભાંગ્યા જેવી સર્જાયેલી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે પગલાં છતાં આ વિકટ પરિસ્થિતિમાં દેશનું અર્થતંત્ર પડી ભાંગવાના સર્જાયેલા ફફડાટ વચ્ચે આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, હેલ્થકેર, યુટિલિટીઝ, કેપિટ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૪ અને વધનારની સંખ્યા ૧૭૯૪ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાંથી ભારત બહાર આવવા મથી રહ્યું છે, ત્યારે આ સંકટ લાંબો સમય ચાલવાના અને દેશના વિવિધ ભાગોમાં લોકડાઉન – કર્ફયુની સ્થિતિ પણ લાંબો સમય ચાલુ રહેવાની બતાવાતી શકયતાએ દેશ માટે આર્થિક સંકટ આગામી દિવસોમાં વધુ વિકટ બનવાની પૂરી શકયતા દેખાઈ રહી છે. આ આર્થિક સંકટને લઈ ભારતીય શેરબજારોમાં ગત સપ્તાહમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં મોટાપાયે વેચવાલી શરૂ કરી છે. કોરોના સંકટ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો પણ અપેક્ષાથી સારા નહીં આવતાં ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે આગામી દિવસોમાં ૨૧,મે ૨૦૨૧ના રોજ હિન્દાલ્કો, શ્રી સિમેન્ટના જાહેર થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકા સહિત યુરોપના દેશો કોરોના સંકટમાંથી બહાર આવવા લાગ્યા છે, પરંતુ ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમે અને સ્ટીમ્યુલસ પર બ્રેક લાગવાના અને રોજગારીમાં વૃદ્વિ મંદ પડયાના સંકેતો વચ્ચે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્વ જેવી પરિસ્થિતિ અને હવે ફરી કોરોના મામલે ચાઈનાને ઘેરવાની થઈ રહેલી કવાયત-વાતોને લઈ સ્થિતિ સ્ફોટક બનવાના સજોગોમાં આગામી દિવસોમાં શેરોમાં ઘટાડાની શકયતાને નકારી ન શકાય. જેથી આગામી દિવસોમાં ઉછાળે સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.

તા.૨૦.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૯.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૦૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૪૯૭૦ પોઈન્ટ ૧૪૯૦૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૯.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૮૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૬૭૬ પોઈન્ટ થી ૩૩૫૦૫ પોઈન્ટ, ૩૩૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઇન્ડિયા ( ૧૪૭૭ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૦૬ ) :- રૂ.૮૮૮ નો પ્રથમ તેમજ રૂ.૮૭૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૨૩ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમરરાજા બેટરી ( ૭૯૯ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૩ થી રૂ.૮૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૭૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૯૩ થી રૂ.૭૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૯૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૬૮૬ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૧૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૭ થી રૂ.૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૩૫ ) :- ૫૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૭ થી રૂ.૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૭૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છ

ેખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!