રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૪.૨૦૨૩ ના રોજ…
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૫૬.૧૦ સામે ૬૦૨૦૨.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૬૭.૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૧.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪.૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૧૩૦.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૬૩.૯૦ સામે ૧૭૭૭૬.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૩૨.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૮૨.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે અને પરિણામની મોસમ વચ્ચે ભારતીય શેરબજાર મંગળવારે સતત ચોથા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતના ત્રિમાસિકની સીઝનમાં આઈટી કંપનીઓ બાદ ગત સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના પ્રોત્સાહક પરિણામોની સાથે આજે લોકલ ફંડોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. સોવિયત યુનિયનના પૂર્વ દેશોની સ્વાયતતા મામલે ચાઈનાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં જીઓપોલિટીકન ટેન્શન વધવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે સ્થાનિકમાં ફંડોનો રોકાણ પ્રવાહ ફરી વહેતો થતાં અહેવાલે બીએસઈ સેન્સેક્સ ૭૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૮ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
આજે પાવર, ઓઈલ-ગેસ, એનર્જી શેરોમાં ધૂમ લેવાલીથી સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં અંદાજીત ૨% થી વધુની તેજી જોવા મળી હતી, જયારે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવરગ્રીડ અને આઈટીસીનો સમાવેશ થાય છે. એનએસઈમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૨.૫૪% નો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરમાં ૩.૪૩% નો ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, આઈટી અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૯ અને વધનારની સંખ્યા ૧૮૨૩ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોર્પોરેટ પરિણામોની આઈટી કંપનીઓના રિઝલ્ટથી ગત સપ્તાહમાં એકંદર નબળી શરૂઆત થયા બાદ આગામી દિવસોમાં લોકલ ફંડોનું આકર્ષણ વધવાની શકયતા રહેશે. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ગત સપ્તાહમાં ફરી નેટ વેચવાલ બન્યા હોઈ ઈન્ડેક્સ બેઝડ બજારમાં નરમાઈની ચાલ જોવાઈ હતી. પરંતુ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો ઝગમગાટ વધતો જોવાઈ રહ્યો છે.
હવે આગામી દિવસોમાં એફ એન્ડ ઓમાં એપ્રિલ વલણનો ગુરૂવારે અંત હોવાથી અને વધુ કોર્પોરેટ પરિણામો જાહેર થનાર હોઈ ઈન્ડેક્સ બેઝડ બજારમાં અફડાતફડી જરૂર જોવાઈ શકે છે, ઉપરાંત ફુગાવો ઊંચા સ્તરે હોવાના સેન્ટ્રલ બેંકોના મતને લઈ વ્યાજ દરની નીતિ મામલે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યા છે. અમેરિકા, યુરોપમાં કંપનીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટ્ટા કરી રહી હોઈ બેરોજગારીમાં થઈ રહેલા વધારા અને ફુગાવા મામલે હજુ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી રહી છે.
તા ૨૬.૦૪.૨૦૨૩ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૫.૦૪.૨૦૨૩ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૭૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૭૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૭૦૭ પોઈન્ટ થી ૧૭૬૭૬ પોઈન્ટ, ૧૭૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૬૦૬ પોઈન્ટની આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૫.૦૪.૨૦૨૩ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૨૬૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૨૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૪૨૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૨૭૩૭ પોઈન્ટ થી ૪૨૮૦૮ પોઈન્ટ, ૪૨૮૭૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૨૮૭૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૧૨૧૦ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
સન ફાર્મા ( ૯૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૨૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૮૮ થી રૂ. ૯૯૪ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ટાટા કેમિકલ્સ ( ૯૪૫ ) :- રૂ.૯૨૩ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૯૧૨ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૨ થી રૂ.૯૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
લુપિન લિ. ( ૭૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૭ થી રૂ.૭૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
ટીવીએસ મોટર ( ૧૧૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૯૩ થી રૂ.૧૦૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
સિપ્લા લિ. ( ૯૦૭ ) :- રૂ.૯૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૮૯૩ થી રૂ.૭૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
ચોલામંડલમ ફાઈનાન્સ ( ૮૩૯ ) :- નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૭૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૨૩ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૭૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૩ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
અદાણી પોર્ટ્સ ( ૬૭૧ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૫૬ થી રૂ.૬૪૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
The securities quoted are for illustration only and are not recommendatory.
Investment in securities market are subject to market risks.
Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.