રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૧૩૬.૫૮ સામે ૫૦૦૪૯.૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૪૪૨.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૭.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૭.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૫૦૯.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૧૩.૫૫ સામે ૧૪૮૭૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૭૨૦.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૧.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૬૨.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત નરમાઈએ થઈ હતી. દેશભરમાં કોરોનાની બીજી લહેર ઝડપી અનેક લોકોને ઝપટમાં લઈ રહી હોઈ મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, કેરળ સહિતના રાજયોમાં સંક્રમિતોની સંખ્યામાં અસાધારણ વૃદ્વિને લઈ ચિંતા વધતાં અને દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાના સ્પષ્ટ એંધાણે આજે ભારતીય શેરબજારોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં થઈ રહેલી વેચવાલી વધતી જોવાઈ હતી.
વિશ્વભરમાં ફરી કોરોના સંક્રમણના નવા વેવ-લહેરની ચિંતામાં ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. સ્થાનિક સ્તરે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિતના રાજયોમાં ચિંતાજનક રીતે વધતાં કોરોનાના કેસોના પરિણામે કેન્દ્ર અને રાજય સરકારો ચિંતામાં મૂકાઈ લોકડાઉન સહિતના પ્રતિબંધાત્મક પગલાં લેવા લાગી છે. આર્થિક મોરચે વિકટ બની રહેલી પરિસ્થિતિ અને પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા ભાવોને લઈ મોંઘવારી અસહ્ય બની જતાં આગામી દિવસોમાં બેરોજગારીની સમસ્યામાં પણ ચિંતાજનક વધારાના સંકેતે કેન્દ્ર અને રાજય સરકારો માટે મોટા પડકારોને લઈ ફંડો, મહારથીઓએ સાવચેતીમાં શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૧ અને વધનારની સંખ્યા ૧૩૯૭ રહી હતી, ૨૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, એક વર્ષથી કોરોનાના કારણે દેશભરમાં બેરોજગારીની સમસ્યામાં ભયાવહ વધારો થયો હોઈ આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજયો માટે મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા છે. જેથી હવે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંત સાથે નેગેટીવ પરિબળો એક સાથે માથું ઉંચકી રહ્યા છે, મોંઘવારી અસહ્ય બની રહી છે, માથે રાજયોની ચૂંટણીઓ આવી રહી છે, કોરોનાનો બીજો વેવ ધારણાથી વધુ ઝડપી વકરી રહ્યો હોઈ કેટલાક રાજયોમાં પરિસ્થિતિ કાબૂ બહાર થવા લાગતાં લોકડાઉનની સ્થિતિ આવી ગઈ છે.
વૈશ્વિક મોરચે અમેરિકા, ચાઈના, રશીયા વચ્ચે વિવાદ ફરી ઊભો થવા લાગ્યો છે, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા એક તરફ વ્યાજ દરોને શૂન્ય નજીક જાળવી રાખીને આર્થિક રિકવરીને વેગ મળી રહ્યાના સંકેત આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ વિરોધાભાસ વચ્ચે કોરોના સંક્રમણમાં યુરોપ, એશીયાના દેશોમાં થઈ રહેલા વધારાએ વૈશ્વિક અર્થતંત્ર માટે આ પરિબળો નેગેટીવ બન્યા છે. મૂડીઝે દ્વારા વર્ષ ૨૦૨૧ માટે જીડીપી-આર્થિક વિકાસનો અંદાજ ૧૨% મૂક્યો છે, પરંતુ આ વિકાસની ગતિ વર્ષના અંતના સમયમાં કોરોના સહિતના નેગેટીવ પરિબળોમાંથી ભારત બહાર આવ્યે જોવાય એવી શકયતા છે. એ પૂર્વે ભારતીય શેરબજાર હજુ ઓવરબોટ પોઝિશનમાં હોવાથી વધુ કરેકશનની શક્યતા નકારી શકાય નહીં.
તા.૦૧.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૬૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૭૦૭ પોઈન્ટ થી ૧૪૬૬૦ પોઈન્ટ ૧૪૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૩૫૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૬૭૬ પોઈન્ટ થી ૩૩૮૦૮ પોઈન્ટ, ૩૩૯૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૯૭૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ઈન્ડીગો ( ૧૬૨૩ ) :- એરલાઈન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- મુથૂત ફાઈનાન્સ ( ૧૨૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્ર ( ૯૯૯ ) :- રૂ.૯૬૬ નો પ્રથમ તેમજ રૂ.૯૫૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- સન ફાર્મા ( ૬૦૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૬ થી ૬૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૮૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૪૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૫૭ થી રૂ.૫૬૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૭૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૩૦ થી રૂ.૧૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૦૫૭ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૯૯૧ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૧૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૬ થી રૂ.૯૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૮૭ થી રૂ.૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટીવીએસ મોટર ( ૫૮૫ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૭૦ થી રૂ.૫૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!