યાદગાર ગીતોની સફર

◆ ફિલ્મી ગીતોના ઇતિહાસમાં અનેક ઘટનાઓ એવી છે. કે ગીત કોઈ બીજા સંદર્ભમાં લખાયું હોય… પણ સફળતા બીજા સંદર્ભમાં મળે…
એ વખતમાં મનહર ઉદાસ, મશહૂર ગાયકોના \’ડમી\’ ગાયક તરીકે ગીત રેકોર્ડ કરતા… ત્યારબાદ એમાં મૂળ ગાયકનો આવાજ મુકવામાં આવતો…
ફિલ્મ ‘વિશ્વાસ’ માટે કલ્યાણજી- આણંદજીએ સંગીત તૈયાર કર્યું હતું. એમાં બધાં જ ગીતો મુકેશ ગાઇ રહ્યા હતા.
◆ પરંતુ \”આપ કો હમસે બિછડે હુએ\” ગીતનું રેકોર્ડિંગ હતું ત્યારે મુકેશ વ્યસ્ત હોવાથી આવી શક્યા નહીં. અને દહેરાદૂનમાં ફિલ્મનું શુટિંગ કરવાનું હોવાથી ગીત રેકોર્ડ કરવું જરૂરી હતું. કલ્યાણજી- આણંદજીએ મનહર પાસે એ ગીત રેકોર્ડ કરાવીને પાછળથી મુકેશજી પાસે ગવડાવવાનું નક્કી કરેલું.
મુકેશજી જ્યારે એ ગીત ગાવા માટે આવ્યા ત્યારે એમણે પહેલાં ગીત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો.
એમણે મનહરનો અવાજ સાંભળ્યો ત્યારે કહ્યું કે \”મનહરે સારું જ ગાયું છે. હવે ફરી રેકોર્ડ કરવાની જરૂર નથી. આ ગીત મનહરના અવાજમાં જ રહેવા દો.\” અને આમ મુકેશના પ્રમાણપત્ર સાથે મનહરની પાર્શ્વગાયક તરીકે કારકિર્દી શરૂ થઇ હતી.
મનહરનું આ પહેલું ગીત અત્યંત લોકપ્રિય રહ્યું હતું.
◆ 1957ની સાલમાં આવેલી ફિલ્મ \”જનમ જનમ કે ફેરે\” વખતે આનાથી વિપરીત બનેલું…આ ફિલ્મનું એક ગીત હતું \”જરા સામને તો આઓ છલીયે, છુપ-છુપ છલને મેં ક્યાં રાજ હૈ…\”
જે એ સમયમાં સુપરહિટ પુરવાર થયેલું… ખાસ કરીને એ વખતના યુવાપ્રેમીઓ માં ઘણું લોકપ્રિય હતું… જેના ગીતકાર \”પંડિત ભરત વ્યાસ\” હતા… આ ગીત એ સમયે આવતા \”બીનાકા ગીતમાલા માં લાંબા સમય સુધી નંબર એક પર હતું…\”
◆ કોઈ કારણથી પં. ભરત વ્યાસનો દીકરો શ્યામસુંદર ઘર છોડીને ગયેલો… એને ઘરે પાછો લાવવા માટે એમણે આ ગીત રચેલું… જે પછીથી એમની વાઈફના કહેવાથી ફિલ્મ \”જનમજનમ કે ફેરે\” માં ફિલ્માંવેલું…ગીત સુપરહિટ થયું… પણ એમનો દીકરો પાછો આવ્યો નહીં…
◆ ત્યાર પછી 1959માં ફિલ્મ \”રાની રૂપમતી\” આવી આ ફિલ્મમાં \”આ લૌટ કે આજા મેરે મીત, તુઝે મેરે ગીત બુલાતે હૈ\”… દ્વારા પાછો પ્રયત્ન કર્યો!! ગીત સુપરહિટ થયું… એટલુંજ નહિ પણ પંડિતજીની પ્રાર્થના કામ કરી ગઈ અને એમનો દીકરો ઘરે પાછો આવી ગયો… આ ગીત પણ પ્રેમી પંખીડાઓમાં અત્યંત લોકપ્રિય બનેલું…
ત્યાર પછી તો એમના ઘણાં ગીત સુપરહિટ પુરવાર થયા..
\”આધા હૈ ચંદ્રમાં રાત આધી… રહેના જાયે તેરી-મેરી બાત આધી\”
\”તું છુપી હૈ કહાં મૈં તડપતા યહાં\”… ફિલ્મ:- \”નવરંગ\”..
\”જ્યોત સે જ્યોત જલાતે ચલો\” ફિલ્મ:- \”સંત જ્ઞાનેશ્વર.\”
\”સૈયાં ઝુઠો કા બડા સરતાજ નિકલા\”
\”એ માલિક તેરે બંદે હમ\” ફિલ્મ:- \”દો આંખે બારહ હાથ.\”
\”તેરે સુર ઔર મેરે ગીત.
ફિલ્મ:- \”ગુંજ ઉઠી શહેનાઈ\” જેવા અસંખ્ય યાદગાર ગીત આપનાર આવા મહાન ગીતકારને સત સત નમન…
◆ મહાન ગાયક મોહમ્મદ રફી સાથે પણ આવો પ્રસંગ બનેલો… _1968માં આવેલી ફિલ્મ \”નિલકમલ\”ના રેકોર્ડિંગ ના દિવસેજ રફીસાહેબની દીકરીના લગ્ન હતા… અને તેઓ બાંદ્રાના મહેબુબ સ્ટુડિઓમાં એક ગીત રેકોર્ડ કરી રહેલા… જે પાછળથી દરેક લગ્નોમાં વિદાય ગીત તરીકે પ્રસિદ્ધિ થયેલું…
\”બાબુલ કી દુઆએ લેતી જા, જા તુઝકો સુખી સંસાર મિલે\” એવું કહેવાય છે. એ ગીતના રેકોર્ડિંગ વખતે રફી સાહેબ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા…
◆ મશહુર ગુજરાતી ગીતકાર નિનુ મઝુમદાર એ વખતે વિલેપારલેની ચાલમાં રહેતા, ઘર સામે એક ઘેઘુર વૃક્ષ હતું… અને સાંજના સમયે જાતજાતના પક્ષીઓ કલરવ કરતા એ સાંભળીને એમણે જે ગીતની રચના કરેલી, એને મન્નાડેનો ઘેઘૂર સ્વર મળેલો એ ગીત ત્યારની પેઢીના અને આજના સંગીત રસિયાઓમાં ઘણું ગાજેલું.
\”પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,\”
\”કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..\”
\”ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,\”
\”શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..\” કોઈપણ ગીત અમસ્તાજ સુપરહિટ નથી થતા. એની પાછળ ઘણાં બધા રાઝ છુપાયેલા હોય છે.
મિત્રો આજની આ સફર કેવી લાગી એ જરૂરથી જણાવશો.
◆ C. D. Solanki*
◆ Mob. 8108641599*