રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૫૪૦.૪૮ સામે ૫૦૭૨૭.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૪૬૫.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૧.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૧.૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૬૫૧.૯૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૦૬.૨૦ સામે ૧૫૨૩૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૧૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૯૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરના પરિણામે ભારત મહાસંકટમાં આવીજતાં મોટા નુકશાનને લઈ કેન્દ્ર સરકાર આર્થિક રાહત આપવાની તૈયારી અને પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગતાં લોકડાઉનની પરિસ્થિતિ ગુજરાત સહિતના વિવિધ રાજયોમાં હળવી થવા લાગતાં આર્થિક ગતિવિધિ આગામી દિવસોમાં વધવાના પોઝિટીવ અંદાજોએ ફંડોએ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી કરી હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના પરિણામોમાં અપેક્ષા મુજબ આવતા તેજી જાળવી રાખી હતી. અલબત ફંડો, ખેલંદાઓ, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી પણ નીકળી જોવા મળી હતી. જો કે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, એફએમસીજી, આઈટી, ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૫૦ અને વધનારની સંખ્યા ૧૯૬૭ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોનાને કારણે આર્થિક મંદી વચ્ચે સરકારની તિજોરીમાં વેરા મારફતની આવક પર સતત બીજા નાણાં વર્ષમાં તૂટ પડી રહી છે. ૩૧મી માર્ચના અંતે પૂરા થયેલા નવ મહિના માટેની બેલેન્સશીટસ પરની રૂપિયા ૯૯૧૨૨ કરોડની વધારાની રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવા આરબીઆઈએ જાહેર કર્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા કેન્દ્ર સરકારને અંદાજિત રૂપિયા ૯૯૦૦૦ કરોડથી વધુની રકમ પૂરી પડાવા છતાં કોરોનાની બીજી લહેરને કારણે દેશના અર્થતંત્ર પર પડેલી ગંભીર અસરને હળવી કરવા આ રકમ પૂરતી નથી.
કોરોનાની બીજી લહેરને કારણે દેશના વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે માલસામાનના વેચાણ પર અસર પડી છે જેને કારણે સરકારની જીએસટી મારફતની આવકમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દેશ પર ત્રીજી લહેરનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વર્તમાન નાણાં વર્ષમાં સીધા તથા આડકતરા વેરા મારફતની આવક નીચી રહેવાની ધારણાં રખાઈ રહી છે. અનિશ્ચિત વાતાવરણ વચ્ચે વર્તમાન નાણાં વર્ષના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ યોજના પ્રમાણે આગળ વધવા સામે પણ શંકા સેવાઈ રહી છે.
તા.૨૫.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૪.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૫૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૦૮૮ પોઈન્ટ થી ૧૫૦૦૮ પોઈન્ટ ૧૪૯૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૪.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૮૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૩૫૩૫૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૬૭૬ પોઈન્ટ થી ૩૪૪૭૪ પોઈન્ટ, ૩૪૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૫૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૬૯૫ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- બાટા ઇન્ડિયા ( ૧૫૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિમિટેડ ( ૧૨૦૬ ) :- રૂ.૧૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૨૨ થી રૂ.૧૨૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૯૩૨ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ ( ૭૬૮ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૭ થી રૂ.૭૮૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- લાર્સન & ટુબ્રો ( ૧૪૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રક્શન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૧૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૫૨ ) :- રૂ.૧૩૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૨૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૧૬ ) :- ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૨ થી રૂ.૯૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- રામકો સિમેન્ટ ( ૯૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૫૩ થી રૂ.૯૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૧૫ ) :- ૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૦૦ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!