ભારતીય શેરબજારમાં મે ફ્યુચર વલણનાં અંત પૂર્વે અફડાતફડીની શકયતા…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૫.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૬૫૧.૯૦ સામે ૫૦૯૨૨.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૪૭૪.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૭.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪.૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૬૩૭.૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૦૨.૬૫ સામે ૧૫૨૮૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૧૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૨૩૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં પીએસયુ કંપનીઓમાં મોટાપાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવા સંકેત અને કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક આવતાં અને પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવોએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓની નફાશક્તિ વધવાની અપેક્ષાએ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી.

કોરોના સક્રમણની બીજી લહેર અત્યંત ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવા છતાં અને કોરોનાના પરિણામે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉનને લંબાવવામાં આવી રહ્યું હોઈ આર્થિક મોરચે દેશને મોટું નુકશાન થઈ રહ્યાના અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું હોવાથી ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૪ અને વધનારની સંખ્યા ૧૭૯૨ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મહામારી સામે આર્થિક સંકટ આવી રહ્યાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કેન્દ્ર સરકારને રૂ.૯૯,૦૦૦ કરોડની જોગવાઈ કરી આપવાની ફરજ પડી છે. કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર છતાં આ મહાસંકટમાં તકો ઝડપીને કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૧ના અંતની ત્રિમાસિક સીઝનમાં પ્રોત્સાહક પરિણામો પાછળ ભારતીય શેરબજારમાં ફોરેન અને લોકલ ફંડોએ તેજી કરીને ફરી સેન્સેક્સને ૫૦,૫૦૦ની સપાટી અને નિફટીને ૧૫૨૫૦ની સપાટી પાર કરાવી છે. પરંતુ આ તેજીના અતિરેકમાં સાવચેતી જરૂરી બની રહેશે.

આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં એફ એન્ડ ઓમાં મે વલણનો અંત આવી રહ્યો હોવાથી અફડાતફડીની પૂરી શકયતા છે. આ સપ્તાહમાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ અને એની આર્થિક અસરોના અંદાજો પર નજર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોના મૂલ્યમાં વધઘટ પર નજર રહેશે.

તા.૨૬.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૨૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૨૮૮ પોઈન્ટ થી ૧૫૩૦૩ પોઈન્ટ ૧૫૩૧૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૮૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૩૪૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઈન્ટ થી ૩૫૧૮૮ પોઈન્ટ, ૩૫૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૭૦૨ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૨૨ થી રૂ.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી પોર્ટ ( ૭૬૬ ) :- રૂ.૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૭૩૦ ના બીજા સપોર્ટથી મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૩ થી રૂ.૭૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સન ફાર્મા ( ૬૯૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૧૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૨૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૯૦ થી રૂ.૧૧૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૮૭ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૭૦ થી રૂ.૯૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૨૩ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૮૬ થી રૂ.૬૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૫૭ ) :- ૬૭૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!