ભારતીય શેરબજારમાં મે ફ્યુચર વલણ પૂર્વે સાવચેતીનો માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૫.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૬૩૭.૫૩ સામે ૫૦૮૯૯.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૬૨૦.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૨.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૯.૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૧૭.૫૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૧૮.૦૦ સામે ૧૫૩૦૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૧૯૭.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૬.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૦૨.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સક્રમણની બીજી લહેર ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવાથી લોકડાઉનને લંબાવવામાં આવી રહ્યું હોઈ આર્થિક મોરચે દેશ માટે અનેક પડકારો સામે આવવાની પૂરી શકયતા અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળોને લઈ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ફરી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાની તૈયારીમાં હોવાના વડાપ્રધાનના સંકેત આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજી કરી હતી.

ડેરિવેટીવ્ઝમાં આવતીકાલે ગુરૂવારે મે વલણનો અંત હોવા સાથે આગામી દિવસોમાં પીએસયુ કંપનીઓમાં મોટાપાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવા સંકેત અને કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક આવતાં શેરોમાં ફંડોની પસંદગીની તેજી રહી હતી. અલબત આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની મોટી ખરીદી સાથે રિયલ્ટી શેરોમાં ફંડોની પસંદગીની લેવાલીએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૮૫ અને વધનારની સંખ્યા ૧૯૫૦ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાની બીજી લહેરની ભારતીય અર્થતંત્ર પર અપેક્ષા કરતા વધુ અસર જોવા મળી રહી છે. દેશના અર્થતંત્રને ૭૪ અબજ ડોલરનું નુકસાન જવાનો અંદાજ છે. ત્રીજી લહેરના કિસ્સામાં અંદાજમાં વધુ ઘટાડો જોવા મળશે. વર્તમાન નાણાં વર્ષના ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં બ્રોકરેજ પેઢી બાર્કલેસે દ્વારા ૦.૮૦%નો કાપ મૂકીને હવે તે ૯.૨૦% મૂકયો છે.કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનેશનની ધીમી ગતિ અને વિવિધ રાજ્યો દ્વારા લાગુ થઈ રહેલા તબક્કાવાર લોકડાઉન્સને ધ્યાનમાં રાખી પોતાની આ ધારણાં આવી પડી હોવાનું બાર્કલેસ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. 

બીજી લહેરની આર્થિક અસર ઝડપથી વધી રહી છે. ભારતમાં આર્થિક પ્રવૃત્તિ જે નોંધપાત્ર સ્થિર જોવા મળી રહી હતી તેમાં મેમાં જોરદાર ઘટી હોવાનું હાઈ ફ્રિકવન્સી ડેટા પરથી સંકેત મળી રહ્યા છે. નિયમનકારી પગલાં જુનના અંત સુધી ચાલુ રહેવાની અમારી ધારણાં છે આમ છતાં ભારતની ઈકોનોમીને ૭૪ અબજ ડોલરનો ફટકો પડવાની ધારણાં છે. પૂરવઠા ખેંચને કારણે ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ ધીમી ગતિએ ચાલી રહ્યો છે, પરંતુ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સ્થિતિમાં સુધાર જોવા મળશે.

તા.૨૭.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૬.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૩૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૩૨ પોઈન્ટના પ્રથમ અને ૧૫૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૩૩૩ પોઈન્ટ થી ૧૫૩૭૩ પોઈન્ટ ૧૫૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૬૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૮૮૭ પોઈન્ટ થી ૩૫૦૦૮ પોઈન્ટ, ૩૫૧૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૧૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૩૫૪ ) :- રિયલ્ટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૩૩ ) :- રૂ.૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૦૦ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૪ થી રૂ.૭૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૧૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૨૨ થી રૂ.૬૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૬૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૦ થી રૂ.૧૬૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૩૨૩ ) :- રૂ.૧૩૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૯૯૭ ) :- ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૧૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૮૦ થી રૂ.૯૬૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૭૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૬૮ ) :- ૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૫૫ થી રૂ.૬૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!