Bharat ratna Atal Bihari vajpayi ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની ભવ્ય પ્રતિમાનું વિધિવત અનાવરણ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, ભાજપ નેતા રામ નાઈક દ્વારા કરવામાં આવ્યું

\"\"મુંબઈ, ૧૬ ઑગસ્ટ – ઉત્તર મુંબઈમાં વિશાળ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે સાંસદ ગોપાલ શેટ્ટીની કલ્પનાદૃષ્ટિથી ભારત રત્ન અટલ બિહારી બાજપાઈજીની ભવ્ય પ્રતિમાનો ઉદ્ઘાટન સમારોહ આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક, મુંબઈ ભાજપ અધ્યક્ષ એડ આશિષ શેલાર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો હતો.
ભારત માતાના સપૂત, કરોડો કાર્યકરો માટે પ્રેરણા સ્ત્રોત, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે ૧૬ મી ઓગસ્ટ સ્મૃતિ દિવસ છે. આ અવસરે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા બનાવવામાં આવેલી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, \”સાંસદ ગોપાલ શેટ્ટીના દરેક કાર્યમાં સંઘર્ષ કરવો પડે છે કારણ કે ભગવાન પણ જાણે છે કે સાંસદ ગોપાલ શેટ્ટીમાં સંઘર્ષ કરીને લોકોને ન્યાય આપવાની ક્ષમતા છે, તેથી આવા મુશ્કેલ કામો તેમની પાસે જ ઈશ્વર કરાવે છે. મુંબઈના લોકો તમારા કાર્યોથી હંમેશા તમને તેમના હૃદયમાં સ્થાન આપશે, તેમ કહેતા મુખર વક્તા વિનોદ તાવડેએ વધુમાં કહ્યું કે \” ધોધમાર વરસાદમાં ચાલી રહેલા ભવ્ય કાર્યક્રમને સફળ થતાં જોઈને કહ્યું કે વરુણ દેવતાના આવા આશીર્વાદ વચ્ચે પણ આવો ભવ્ય કાર્યક્રમ માત્ર ઉત્તર મુંબઈ ભાજપ જ કરી શકે છે.
સાં.ગોપાલ શેટ્ટીએ તેમના મનોભાવને વ્યક્ત કરતાં તેમના આ પાર્ટીમાં સ્થાપનની પરવાનગી મેળવવા માટે કરવા પડેલા સંઘર્ષની વ્યથા ગાથા સંક્ષિપ્તમાં સંભળાવી. આ અવસરે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે જી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીએ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની 1800 કિલો વજનની અને 14.5 ફૂટની ઉંચાઈની કાંસ્ય ધાતુની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી માટે માર્ગ મોકળો કરવા બદલ આભાર માન્યો હતો.
એડ. આશિષ શેલારે જણાવ્યું હતું કે \”ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું સ્થાપન ન થવા દેવાનું પાપ કરનારી મહા વિકાસ આઘાડી સરકારને વરુણ દેવતાએ ધોઈ નાખી છે, આજે મુંબઈની ૧૨૫ કરોડ જનતા વતી, હું સાંસદ ગોપાલ શેટ્ટીના આ કાર્યને બિરદાવું છું.
તાજેતરમાં જ મુંબઈ ભાજપની બાગડોર સંભાળનાર આ કુશળ સંગઠક નેતાએ આ પ્રસંગે તેમના ભાષણમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના ઘણા વિશેષ કાર્યોને યાદ કર્યા.
ભૂતપૂર્વ રાજ્યપાલ, ભાજપના નેતા રામ નાઈકે કહ્યું હતું કે \”આજનો દિવસ મુંબઈના ઈતિહાસમાં સુવર્ણ દિવસ કહેવાશે.\”
સાંસદ ગોપાલ શેટ્ટીને અભિનંદન આપતાં તેમણે ભવ્ય પ્રતિમા બનાવવા માટે શિલ્પકાર ઉત્તમ પચારણેની પ્રશંસા કરી હતી. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના કેબિનેટ સહયોગી રામ નાઈકજીએ તેમના નિવેદનમાં લોકપ્રિય નેતા અટલજી વિશે ઘણી રસપ્રદ બાબતો રજૂ કરી હતી .
સ્થાનિક ધારાસભ્ય અતુલ ભાતખળકરે તેમના ભાષણમાં બે માંગણીઓ કરવા માટે મહત્વપૂર્ણ મુદ્દો રજૂ કાર્યો હતો. ધરાસભ્ય ભાતખળકરે જણાવ્યું હતું કે, \”આગામી સત્રમાં પ્રથમ માંગ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મારા તરફથી કરવામાં આવશે કે ભૂતપૂર્વ મહા વિકાસ આઘાડી સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ જમીન ખાનગી ડેવલપરને આપવાના લીધેલા ભ્રષ્ટ નિર્ણયને બદલવાનો નિર્ણય લેવામાં આવે અને બીજી માંગણી કરવામાં આવશે કે આ ભવ્ય પ્રતિમાની સામે આવેલ બાન ડોંગરી મેટ્રો સ્ટેશનનું નામ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના નામ પર રાખવામાં આવે અને હું બન્ને કાર્યો માટે પ્રયત્ન કરીશ.
આ પ્રસંગે યુનુસ ખાન, આર્કિટેક ટીમ વિવેક ભોલે, પ્રવીણ આંબ્રે, એન્જિનિયર સંજય આવ્હાડ, નીતિન પ્રધાન, નરસિમ્હા, સંતોષ સિંહ, જેમણે આ કાર્યમાં સતત મહેનત લીધી હતી,
રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે, ભાજપના નેતા રામ નાઈક, એડ.આશિષ શેલારની હાજરીમાં અને હસ્તે અ ટલજીની છવી, શાલ ઓઢાડી પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભ્ય યોગેશ સાગર, સુનિલ રાણે, મનીષા ચૌધરી, જિલ્લા પ્રમુખ ગણેશ ખણકરના વક્તવ્ય પણ થયાં હતાં.
ઉત્તર મુંબઈ ભાજપના મહાસચિવ દિલીપ પંડિતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સ્થાનિક ભાજપ પ્રમુખ અપ્પા બેલવલકરે આભાર વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય પ્રવીણ દરેકર, ભાજપના વરિષ્ઠ નેતા એડ.જે. પી.મિશ્રા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિલાસ ભાગવત, મુંબઈ ભાજપના સચિવ યોગેશ દુબે, વિનોદ શેલાર, પ્રકાશ દરેકર, રાણી દ્વિવેદી, સર્વ મા. કોર્પોરેટર, પ્રકાશ સારસ્વત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતાએ ભાજપમાં પ્રવેશ કર્યો અને મુંબઈ ભાજપના પ્રમુખ એડ. આશિષ શેલાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.