RBI દ્વારા વ્યાજદરોમાં અપેક્ષિત વધારો થતાં ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલીનો માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૬૯૭૫.૯૯ સામે ૫૭૧૨૪.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૧૮૪.૨૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૬૮૨.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૦૬.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૬૬૯.૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૮૪.૨૫ સામે ૧૭૧૧૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૬૪૩.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૪.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૭.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૭૧૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આજરોજ વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરવાના સંકેત વચ્ચે અમેરિકી બજારોમાં સાવચેતી અને વૈશ્વિક મોરચે ફુગાવાની વધતી સમસ્યા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની સાથે સ્થાનિક સ્તરે મોંઘવારી – ફુગાવાનું દબાણ બજારની ધારણા કરતા સતત વધી રહ્યો હોવાથી આજે અચાનક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલીસી કમિટીની બેઠક મળતા અને વ્યાજના દરમાં ૦.૪% ના વધારાની જાહેરાત કરવામાં આવતા નેગેટિવ અસરે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આ સાથે એલઆઈસી ઓફ ઈન્ડિયાનો રૂ.૨૧,૦૦૦ કરોડનો મેગા આઈપીઓ આજ રોજ ૪,મે ૨૦૨૨ના ખુલી રહ્યો હોઈ અને શેરબજારમાં માર્જિનના કડક ધોરણો લાગુ થવા વિશે સ્પષ્ટતાના અભાવમાં અનિશ્ચિતતાની ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે અંતિમ ટ્રેડીંગ કલાકોમાં ગભરાટમાં વેચવાલી વધતી જોવા મળી હતી.

ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત વેચવાલી રહેતાં અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ, રિયલ્ટી, સીડીજીએસ શેરોમાં ફંડોના હેમરીંગ સાથે હેલ્થકેર, મેટલ, ઈન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્સ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ફંડોના ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ ૧૩૦૬ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૩૬૭ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૬.૧૫ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૯.૭૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબ્લસ, રિયલ્ટી, સીડીજીએસ, હેલ્થકેર, મેટલ, ઈન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્સ, બેઝિક મટિરિયલ્સ અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૮ અને વધનારની સંખ્યા ૮૨૬ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દેશમાં અને વિદેશમાં ફુગાવો સતત વધી રહ્યો હતો પણ રિઝર્વ બેન્કે અત્યાર સુધી અર્થતંત્રના વિકાસને મહત્વ આપી વ્યાજ દર વધાર્યા ન હતા, પરંતુ આજે અચાનક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલીસી કમિટીની બેઠક મળી હતી. મોંઘવારી અને ફુગાવાનું દબાણ વધતાં બજારની ધારણા કરતા પહેલા વ્યાજના દરમાં ૦.૪% ના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૨થી દેશની નાણા બજારમાં એક અલગ જ પ્રકારનો અને ભાગ્યે જ જોવા મળતો માહોલ ઉભો થયેલો છે. ઉપરાંત, અમેરિકામાં વ્યાજ દર વધી રહ્યા છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં ૦.૫૦%નો આક્રમક વ્યાજ દર વધે એવી શક્યતા છે. અમેરિકામાં બોન્ડના યીલ્ડ વધી ૨.૪% કે તેથી વધુ થયા છે. બીજી તરફ, રિઝર્વ બેંક હોય કે ફેડરલ રિઝર્વ બધા જ પુષ્કળ નાણા પ્રવાહિતા ઘટાડવા માટે પગલાં લઇ રહ્યા છે.

રિઝર્વ બેન્કે તા.૨૧ મેથી અમલમાં આવે એ રીતે ૦.૫૦% કેશ રિઝર્વ રેશિયો વધારી રૂ.૮૭,૦૦૦ કરોડની રકમ બજારમાંથી પરત ખેંચી લેવાની પણ જાહેરાત કરી છે. એક તરફ, નાણા પ્રવાહિતા ઘટે, વ્યાજના દર વધે અને સામે સરકારનું માર્કેટ બોરોઇંગ વધે અને મોંઘવારી પણ વધે તો નાણાની કિંમત વધે છે એટલે બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે. બોન્ડના યીલ્ડ દર્શાવે છે કે જેની પાસે ફાજલ પૈસા છે એ હવે સસ્તું ધિરાણ કરવામાં રસ ધરાવતા નથી. ૧૧, એપ્રિલના રોજ મળેલી બેઠક સમયે પણ મોંઘવારી કે ફુગાવાનું દબાણ હતું અને હજુ પણ દબાણ છે. એ સમયે પણ અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારે આક્રમક રીતે વધારશે એ નિશ્ચિત હતું અને આજે પણ છે છતાં એ સમયે વ્યાજનો દર સ્થિર રાખવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકામાં ધારણા કરતા વધારે ઝડપથી ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારશે એવી અપેક્ષા છે.

તા.૦૫.૦૫.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૪.૦૫.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૭૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૫૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૭૭૦ પોઈન્ટ થી ૧૬૮૦૮ પોઈન્ટ, ૧૬૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૪.૦૫.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૩૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૧૭૦ પોઈન્ટ થી ૩૪૮૦૮ પોઈન્ટ, ૩૪૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી લિમિટેડ ( ૨૨૧૦ ) :- હાઉસિંગ ફાયનાન્સ કંપની ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૩૦ થી રૂ.૨૨૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૩૦૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સન ફાર્મા ( ૯૦૩ ) :- રૂ.૮૮૦ નો પ્રથમ તેમજ રૂ.૮૬૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૨૨ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • ભારતી એરટેલ ( ૭૨૩ ) :- ટેલિકોમ – સેલ્યુલર & ફિક્સ્ડ લાઇન સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમર રાજા બેટરીઝ ( ૫૪૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૨૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેટરીઝ – ઓટોમોબાઈલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૫૩ થી રૂ.૫૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • હીરો મોટોકોર્પ ( ૨૪૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૦૪ થી રૂ.૨૩૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૫૪૨ ) :- રૂ.૧૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ્સ ( ૧૦૪૨ ) :- કોમોડિટી કેમિકલ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૧૮ થી રૂ.૧૦૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
  • બર્જર પેઈન્ટ્સ ( ૬૮૯ ) :- રૂ.૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૭૬ થી રૂ.૬૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )